Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જો આજે જીતશુ તો સીધા ફાઈનલમાં

જો બાંગ્લાદેશ જીતે તો લીગના અંતિમ મેચના આધારે ભારતના ફાઈનલનો નિર્ણયઃ રોહિત સેનાએ એડી ચોટીનું જોર લગાવવુ પડશે : યુવા ખેલાડીઓને તક

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ શ્રેણીમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત શ્રેણીમાં બે મેચ જીતી ચૂકયુ છે અને બાંગ્લાદેશને હરાવવાથી ભારતનો ફાઈનલમાં સીધો પ્રવેશ થશે. જો બાંગ્લાદેશ અપસેટ સર્જીને વિજય મેળવશે તો ભારતની સાથે તે પણ ફાઈનલની રેસમાં સામેલ થઈ જશે. આ સ્થિતિમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી છેલ્લી લીગ મેચ નિર્ણાયક બની જશે અને તેમાં હાર - જીતના આધારે જ ફાઈનાલીસ્ટ ટીમનો નિર્ણય થશે. આજના મેચમાં યુવા ખેલાડીઓ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ બતાવવાની તક છે. ટીમ ઈન્ડિયાએ આજે કોઈપણ ભોગે મેચ જીતવો જરૂરી છે. કેપ્ટન રોહિત શર્મા આ સીરીઝમાં કંઈ ખાસ ઉકાળી શકયો નથી તેણે પણ બેટીંગની કમાલ બતાવવી પડશે.

 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), દિપક હુડા, વોશીંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમંદ સીરાજ, રીષભ પંત.

બાંગ્લાદેશ : મહમુદુલ્લાહ (કેપ્ટન), ચમીમ ઈકબાલ, સૌમ્ય સરકાર, ઈમરૂલ કેયસ, મુશફીકર રહીમ (વિકેટકીપર), શબ્બિર રહેમાન, મુસ્તફીઝુર રહેમાન, રૂબલ હુસોન, તાસ્કીન અહદમ, અબુ હૈદર, અબુ જાવેદ, આરીફુલ હક, નઝમુલ ઈસ્લામ, નુરૂલ હસન, મેહીદી હસન, લિટન દાસ.(૩૭.૫)

(12:48 pm IST)