Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

આંતરરાષ્‍ટ્રીય હોકી મહાસંઘનો વર્ષનો સર્વશ્રેષ્‍ઠ ખે.લાડીનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય તરીકે હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ

લુસાનેઃ રાષ્ટ્રીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (FIH)નો વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેના માટે 2019ની સીઝન યાદગાર રહી જ્યાં તેની આગેવાનીમાં ટીમે ઓલિમ્પિકમાં પણ જગ્યા બનાવી છે.

મિડફીલ્ડર મનપ્રીત આ રીતે 1999માં પુરસ્કાર શરૂ થયા બાદ તેને જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. મનપ્રીતે આ પુરસ્કારની રેસમાં બેલ્જિયમના આર્થર વાન ડોરેન અને આર્જેન્ટીનાના લુકાસ વિલાને પછાડ્યા જે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં છે.

રાષ્ટ્રીય એસોસિએશન, મીડિયા, પ્રશંસકો અને ખેલાડીઓના સંયુક્ત મતોમાંથી મનપ્રીતને 35.2 ટકા મત મળ્યા છે. વાન ડોરેનને કુલ 19.7 ટકા જ્યારે વિલાને 16.5 ટકા મત મળ્યા છે. આ પુરસ્કાર માટે બેલ્જિયમના વિક્ટર વેગનેજ અને ઓસ્ટ્રેલિયાના એરન જાલેવસ્કી અને એડી ઓકેનડેનને પણ નોમીનેટ કરવામાં આવ્યા હતા.

લંડન 2012 અને રિયો ઓલિમ્પિક 2016માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 27 વર્ષના મનપ્રીતે 2011માં સીનિયર રાષ્ટ્રીય ટીમ માટે પર્દાપણ કર્યું હતું. તે અત્યાર સુધી ભારત તરફથી 260 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. પાછલા સત્ર વિશે મનપ્રીતે કહ્યું, 'જો તમે વર્ષમાં અમારા પ્રદર્શનને જુઓ તો અમે જે પણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો તેમાં સારૂ કર્યું. તે જૂનમાં એફઆઈએચ સિરીઝની ફાઇનલ હોય કે બેલ્જિયમમાં ટેસ્ટ સિરીઝ, જ્યાં અમે યજમાન અને સ્પેન વિરુદ્ધ રમ્યા અને તેને હરાવ્યા.' તેણે કહ્યું, 2019માં અમારૂ સૌથી મોટું લક્ષ્ય ઓલિમ્પિકમાં જગ્યા બનાવવાનું હતું.

ભારતે બે ઓલિમ્પિકના ઓલિમ્પિક ક્વોલિફાયરમાં રૂસને 4-2 અને 7-2થી હરાવીને આ લક્ષ્ય હાંસિલ કર્યો હતો. મનપ્રીતે આ પુરસ્કારને ટીમના પોતાના સાથીઓને સમર્પિત કરતા કહ્યું કે, તેના સમર્થન વિના આ સંભવ ન નહોતું.

તેણે કહ્યું, 'આ પુરસ્કાર જીતીને હું ખુબ સન્માનિત અનુભવી રહ્યો છું અને હું તેને મારી ટીમને સમર્પિત કરવા ઈચ્છુ છું. હું મારા શુભચિંતકો અને વિશ્વભરના હોકી પ્રશંસકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું જેણે મારા પક્ષમાં મતદાન કર્યું. ભારતીય હોકી માટે આટલું મોટું સમર્થન શાનદાર છે.

(4:55 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST