Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

આર્મી મારો પહેલો પ્રેમ : ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ઓપનરે કહ્યું કે લશ્કરમાં જોડાઈ ન શકવાનો અફસોસ મને જિંદગીભર રહેશે : એના ફાઉન્ડેશન દ્વારા લશ્કરના શહીદ થયેલા જવાનોનાં ૫૦ જેટલાં બાળકોને કરે છે સ્પોન્સર

આજે વેલેન્ટાઇન્સ ડે છે અને દરેક વ્યકિત પોતાને પ્રિય લાગતી વ્યકિતને પોતાના પ્રેમની અભિવ્યકિત કરશે. જોકે ભારતના લડાયક ક્રિકેટર ગૌતમ ગંભીર માટે ઇન્ડિયન આર્મી પહેલો પ્રેમ છે અને તેના કહેવા પ્રમાણે તેને આર્મી જોઇન ન કરી શકવાનો અફસોસ જિંદગીભર રહેશે.

૨૦૦૭ની વર્લ્ડ ટી-૨૦ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ૭૫ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મેચ-વિનિંગ ૯૭ રન બનાવનાર ગૌતમ ગંભીરે ગઈ કાલે નવી દિલ્હીમાં માઇન્ડ કોચ રાધિકા કાલરા સિંહની બુક 'ઇટ્સ ઈઝી ટુ બી યુ' લોન્ચ કર્યા બાદ ફંકશનમાં મીડિયા સાથે પોતાનો આર્મી-લવ શેર કરતાં કહ્યું હતું કે હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ પણ નહોતો રમ્યો.

હું નેશનલ ડિફેન્સ એકેડેમી જોઇન કરવાનો હતો, કારણ કે આર્મી મારો પ્રથમ પ્રેમ હતો, હજી પણ છે અને હંમેશાં રહેશે. આર્મી જોઇન ન કરી શકવાનો મને જીવનમાં હંમેશાં અફસોસ રહેશે. ક્રિકેટર બન્યો ત્યારે જ નર્ણિય લઈ લીધો હતો કે ભવિષ્યમાં ઇન્ડિયન આર્મી, નેવી અને એરર્ફોસ માટે મેકિસમમ યોગદાન આપવું જ છે. એટલે જ મેં 'ચિલ્ડ્રન ઓફ માર્ટિયર્સ'નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી જે અત્યારે ૫૦ બાળકોને સ્પોન્સર કરશે અને નજીકના ભવિષ્યમાં સંખ્યા વધારીને ૧૦૦ કરીશું.

(3:33 pm IST)