Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

વેસ્ટ ઈન્ડિઝને નંબર વન રેન્ક ટીમ બનાવવી છે : કેપ્ટન જેશન હોલ્ડર

લાંબા સમય બાદ ગોલ્ડન યુગમાં પરત ફરવાનો સંકેત આપ્યો

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ૨-૧થી જીત્યા પછી ઉત્સાહથી છલોછલ વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું હતું કે અમારે પર્ફોર્મન્સમાં સુધારો કરવો પડશે. ટીમને આઈસીસી ટેસ્ટ-રેન્કિંગ્સમાં નંબર વન રેન્ક સુધી લાવવી એ અમારો ટાર્ગેટ છે.

વર્ષો સુધી ખરાબ રમ્યા પછી એવું લાગે છે કે આઈસીસી ટેસ્ટ-રેન્કિંગ્સમાં આઠમાં નંબરની વેસ્ટ ઈન્ડીઝ ટીમે પોતાના ગોલ્ડન યુગમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે. ઈંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સીરીઝમાં પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ માર્ક વુડને અને પ્લેયર ઓફ ધ સિરીઝનો અવોર્ડ કીમાર રોચને આપવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડીઝે પહેલી બન્ને ટેસ્ટ ૩૮૧ રનથી અને ૧૦ વિકેટથી જીતીને સિરીઝ પર પહેલાં કબજો કરી લીધો હતો.

(3:32 pm IST)