Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

દારૂ પીને મારામારી કરવાના મામલે ક્રિકેટર સ્ટોક્સના કેસની આજે સુનાવણી

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર બૅન સ્ટોક્સ સામે દારૃ પી ને મારામારી કરવાના કેસની સુનાવણી શરૃ થઈ ચૂકી છે. બ્રિસ્ટલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટોક્સ હાજર રહ્યો હતો અને તેણે ચિક્કાર ભરેલા કોર્ટરૃમમાં તેની સામે મુકવાના આરોપોને નકારી કાઢ્યા હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાઈટ કલબની બહાર દારૃ પીને બે વ્યક્તિઓ સાથે મારામારી કરવાનો આરોપ સ્ટોક્સ પર મૂકવામાં આવ્યો છે. તેની હરકતને પરીણામે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. સ્ટોક્સને પણ કેસને પગલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બાકી મેચો તેમજ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એશિઝ સિરિઝ અને વન ડે શ્રેણી ગુમાવવી પડી હતી. કોર્ટમાં હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો સ્ટોક્સ કસુરવાર પુરવાર થશે તો તેને મહત્તમ ત્રણ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. સ્ટોક્સના કેસને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટને સોંપવામાં આવ્યો છે. જોકે આગામી સુનાવણીમાં સ્ટોક્સને વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરુર હોવાથી તે આંતરરાષ્ટ્રીય સ્તરની અને એક ખેલાડી તરીકેની કારકિર્દીને આગળ ધપાવવા તરફ ધ્યાન આપશે તે નક્કી છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરની હાજરીને કારણે કેસને કવરેજ માટે મોટા પ્રમાણમાં મીડિયા કોર્ટરૃમની બહાર ઉપસ્થિત જોવા મળ્યું હતુ. સ્ટોક્સની સાથે સાથે રેયાન હલ અને રેયાન અલી પર પણ અંગેનો આક્ષેપ મૂકાયો હતો અને તેમણે પણ આક્ષેપને નકારી કાઢ્યા છે. સ્ટોક્સે દારૃ પીને મારામારી કરતાં વિવાદ સર્જાયો હતો. પછી ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે જ્યાં સુધી તેનું નામ ક્લિયર થાય ત્યાં સુધી તેને આંતરરાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આઇપીએલમાં તેને રમવાની છુટ આપી હતી.

(3:46 pm IST)