Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ફેડ કપમાં અંકિતાનું પ્રદર્શન ઉત્સાહજનક: સાનિયા મિર્જા

નવી દિલ્હી: દિગ્ગ્જ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાનું કહેવું છે કે ફેડ કપમાં અંકિત રૈનાનું પ્રદર્શન શાનદાર હતું. પણ ટીમને આગામી રાઉન્ડમાં પહોંચાડવાનું હતું. ભારતીય ટીમ ગયા અઠવાડિયે રેલિગેશન પ્લે ઓફમાં ચીની તાઇપેને હરાવીને એશિયા ઓશિયાના ગ્રુપના એક માં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પણ પહેલા શુર્પધામાં ભારતને ચીન અને કઝાખ્સતાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાનિયાએ મિર્જા અંકિતના વખાણ કર્યા કે અંકિતાએ સારું પ્રદર્શન કરીને ટીમને આગળ લઇ જવાની માટે મહેનત કરી પણ તેને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

(3:45 pm IST)
  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • ભાવનગર પંથકમાં લંપટ શિક્ષક દ્વારા બાળા સાથે અડપલાઃ જાહેરમાં ધોલાઈ : ભાવનગરના સિહોર તાલુકાની ઉખરલા ગામની ઘટનાઃ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની કિશોરી સાથે શાળાના શિક્ષકે કર્યા અડપલા... ગ્રામજનોએ શિક્ષકની જાહેરમાં ધોલાઈ કરી access_time 4:33 pm IST