Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું :ટી-20માં સાત વિકેટે હરાવ્યું

કેપ્ટ્ન મિતાલીરાજે અણનમ 54 રન ફટકાર્યા :165 રનનું લક્ષ્યાંક 18,5 ઓવરમાં હાંસલ કર્યું :પાંચ મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ

 

પોટચેફસ્ટ્રુમઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું છે અને :ટી-20 સિરીઝની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું છે બોલર્સ જબરા પ્રદર્શન બાદ કેપ્ટન અને ઓપનિંગ ખેલાડી મિતાલી રાજના અણનમ 54 રનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે  પાંચ મેચની સિરીઝમં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

   વનડે સિરીઝ 2-1થી જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 165 રનનું લક્ષ્યાંક મિતાલી રાજના અણનમ 54 રનની મદદથી 18.5 ઓવરમાં ત્રણ વિકેટ પર 168 રન બનાવીને પ્વિજય હાંસલ કર્યો હતો મિતાલીએ 48 બોલમાં ચોગ્ગા અને એક સિક્સ ફટકાર્યાં હતાં.તેણે સ્મૃતિ મંધાના (28)ની સાથે પહેલી વિકેટ માટે 47 અને પ્રથમ મેચ રમી રહેલી જેમિમા રોડ્રિગેજ (37) સાથે ત્રીજી ઓવર માટે 69 રનની ભાગીદારી કરી હતી.

    મિતાલીએ ત્યાર બાદ વેદા કૃષ્ણમૂર્તિ (અણનમ 37) સાથે ચોથી વિકેટ માટે 5.2 ઓવરમાં 52 રનની અતૂટ ભાગીદારી કરી ટીમને વિજય તરફ પહોંચાડી હતી. વેદાએ 22 બોલની પોતાની ઇનિંગમાં ત્રણ સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

   આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ડેન વોર્ન નીકર્ક (38), ક્લો ટાયરન (અણનમ 32) અને મિગનોન ડુ પ્રીજ (31)ની ઇનિંગ્સની મદદથી ચાર વિકેટ પર 164 રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુજા પાટીલ સૌથી સફળ બોલર રહી હતી, જેણે 23 રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી હતી. શિખા પાંડે અને પૂજા વસ્ત્રકારને એક-એક વિકેટ મળી હતી. બીજી ટ્વેન્ટી 20 મેચ 16 ફેબ્રુઆરીએ ઈસ્ટ લંડનમાં રમાશે.

(12:33 am IST)