Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

મુંબઈમાં પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાનો ઘોર પરાજય : ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી હરાવ્યું

ભારત 255 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37,4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો

 

ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવાઉતરી હતી અને 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ લક્ષ્ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 37.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

   ડેવિડ વોર્નર 128 રને અને કેપ્ટન એરોન ફિંચ 110 રને અણનમ રહ્યા હતા. બંનેએ રન ચેઝ કરીને ભારત સામેની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. પહેલા 1997 માં વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદરપૌલ અને સ્ટુઅર્ટ વિલિયમ્સે અણનમ 200 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. જ્યારે મેચમાં ફિંચે 16 મી અને વોર્નરે 18 મી સદી ફટકારી હતી. બંનેએ સતત 5 મી વખત ભારત સામે 50+ રનની ભાગીદારી કરી હતી. પહેલા પાકિસ્તાનના સઈદ અનવર અને આમિર સોહેલે 1994 થી 1996 દરમિયાન વખત આવું કામ કર્યુ હતું.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી વન ડેમાં ભારતે પ્રથમ દાવમાં 255 રન કર્યા છે. પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્સે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા 10 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને રાહુલે બાજી શંભાળી હતી. શિખર ધવને 74 અને કેએલ રાહુલે 47 રનનું યોગદાન આપ્યું હતું.

  બન્ને શિવાય ભારતનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો હતો. ભારતની પુરી ટીમ 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3,પેટ કમિન્સ અને કેન રિચાર્ડસન બે-બે જ્યારે એડમ ઝાંપા- એસ્ટન અગરને એક-એક વિકેટ લીધી હતી.

(9:20 pm IST)