Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અંડર -17 મહિલા ફૂટબોલ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ : સ્વીડન અને ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો

 

નવી દિલ્હી : ભારતની અંડર 17 મહિલા ફૂટબોલ ટીમ  ત્રણ દેશોની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સ્વીડન સામે પ્રથમ મેચ રમશે. જ્યારે નવી ભૂમિકામાં સ્વીડિશ કોચ થોમસ ડેનરેબિયન માટે પણ ભારતની આ પ્રથમ મેચ રહશે. મહિલાઓની અંડર -17 ની કક્ષાએ પ્રથમ વખત ભારતમાં આવી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતા વર્ષે દેશમાં યોજાનારા ફિફા અન્ડર -17 વર્લ્ડ કપ માટેની તૈયારીઓનો આ એક ભાગ છે. ટુર્નામેન્ટનું આયોજન 'યુફે આસિસ્ટ' એશિયન ફૂટબોલ ફેડરેશનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. યુફે આસિસ્ટ એ યુરોપિયન ફૂટબોલ ઓપરેશન્સ એસોસિએશનનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે.

(12:13 am IST)