Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કોહલીએ જ કુંબલેની હકાલપટ્ટી કરાવી હતી એ સાબિત થઈ ગયું

કુંબલેની ટ્રેઈનીં મેથડથી નાખુશ હતો : વિરાટની ઈ-મેઇલ લીક, તે વારંવાર કોચ બદલવા માટે CEOને SMS કરતો હતો

ગયા વર્ષે જૂનમાં ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપ્યું હતું એ બદલ ભારતના કેપ્ટન વિરાટ કોહલીની ઘણી ટીકા થઈ હતી. જોકે ગઈ કાલે લીક થયેલા એક ઈ-મેઇલથી ખબર પડી હતી કે કોહલીએ કુંબલેને કોચપદેથી હટાવવા પડદા પાછળ વારંવાર મહેનત કરી હતી. ભારતીય ક્રિકેટ ર્બોડના એક સિનિયર અધિકારીએ વહીવટદારોના ચીફ વિનોદ રાયને લખ્યું હતું કે કોહલી વારંવાર ર્બોડના CEOને SMS મોકલતો હતો જેના પર તમે એકશન લીધી હતી અને કોચ બદલ્યો હતો. અનિલ કુંબલે એક મહાન ક્રિકેટર છે અને તેની છબિ એક વિલન તરીકે ઉપજી હતી.

ભારતીય ક્રિકેટ ર્બોડે આ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. કુંબલે કોચ હતો ત્યારે ભારતે ટેસ્ટમાં નંબર વન રઙ્ખન્કિંગ મેળવી હતી, પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે ખરાબ રીતે હાર્યા બાદ કોહલી-કુંબલેના સંબંધો સપાટી પર આવ્યા હતા. કોહલી કુંબલેની ટ્રેઇનિંગ મેથડથી નાખુશ હતો.

(3:40 pm IST)