Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વિમેન્સ ટીમના કોચના મુદ્દે વિનોદ રાય અને ડાયના એદલજી વચ્ચે મતભેદ

ડાયના એદલજીની ઈ-મેઇલનો જવાબ આપતાં રાયે કહ્યું કે સિનિયર ખેલાડીના મતને માન આપવાનું હોય તો મિતાલી રાજના મતને કેમ માન ન આપવું જોઈએ?

ભારતીય ક્રિકેટ ર્બોડના વહીવટદારોના ચીફ વિનોદ રાય અને ભારતની વિમેન્સ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ડાયના એદલજી વચ્ચે ભારતની વિમેન્સ ટીમના આગામી કોચની નિમણૂકના મુદ્દે મતભેદ થયા છે. વહીવટદારોનાચીફ વિનોદ રાયે ડાયના એદલજીની ઈ-મેઇલનો જવાબ આપતાં લખ્યું છે કે જો સવાલ સિનિયર ખેલાડીના મતને માન આપવાનું હોય તો ટીમની સૌથી સિનિયરમોસ્ટ ખેલાડી, ઇન ફેકટ, વન-ડે કેપ્ટન મિતાલી રાજના મતને કેમ માન ન આપવું જોઈએ? મને સમજાતું નથી કે કેમ ટીમના મેમ્બરો ટીમને ઇન્ટરનેશનલ લેવલનો કોચ અપાવવામાં આનાકાની કરે છે? મેં ડાયનાની ઈ-મેઇલ વાંચી છે અને બધા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે. સીઈઓ રાહુલ જૌહરી અને ચીફ સિલેકટર સબા કરીમ મારા નિર્દેશ અનુસાર જરૂરી એકશન લેશે.

મંગળવારે ડાયના એદલજીએ ઈ-મેઇલ કરીને વહીવટદારોના ચીફ વિનોદ રાયને લખ્યું હતું કે કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની ઇચ્છા રમેશ પોવારને કોચ તરીકે જાળવી રાખવાની છે તો તેમની ઇચ્છાને માન આપવું જોઈએ. પુરુષોની ટીમના કોચની નિમણૂકમાં વિરાટ કોહલીના મતને મહત્વ આપવામાં આવતું હોય તો મહિલા ક્રિકેટ-ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કોચ તરીકે રમેશ પોવારને યથાવત્ રાખવા કરેલી વિનંતીને અધ્યક્ષ વિનોદ રાયે માન આપવું જોઈએ.

(3:39 pm IST)