Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટપદે શેન વોટ્સનની નિમણુંક

સિડની : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સનની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશન (એસીએ)ના પ્રેસીડેન્ટપદે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક એસીએની વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી.

પોતાની નિમણુંક બાદ વોટ્સને ટ્વીટ કરીને કહ્યુ હતું કે હું એસીએના પ્રેસીડેન્ટ તરીકે નિયુકિત થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો છું. કારણ કે ભવિષ્યમાં એની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. મારે તેમના મહત્વના કાર્યોને આગળ વધારવાના છે જેણે આ પહેલા ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ઉત્સાહી છું. આ તક દ્વારા રમતને રીટર્ન આપવામાં મને મદદ મળશે, જેના દ્વારા મને ઘણુ મળ્યુ છે.

(11:50 am IST)