Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પીવી સિંધુ નજર હોંગકોંગ ઓપનના ખિતાબ પર

નવી દિલ્હી: પીવી સિંધુ હોંગકોંગ વિશ્વ ટુર સુપર 500 ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડી તરીકે ભાગ લેવાની છે. આ ટુર્નામેન્ટમાં પોતાના શાનદાર ફોર્મને કાયમ રાખવા માટે તે તૈયર હોવાની જાણકારી મીડિયાને આપી હતી. ગત વર્ષે ફાઇનલમાં દુનિયાની નંબર વન ખેલાડી તાઇજુયિંગ સામે પરાસ્ત થયા પછી ઉપ વિજેતા બનીને સંતોષ કરવો પડ્યો હતો અને આ ભારતીય ખેલાડીએ ત્યાર પછી પોતાનું સર્વશ્રીસ્થ પ્રદર્શન બતાવ્યું છે. સિંધુ પોતાના જીતના અભિયાનની શરૂઆતમાં તેની ટક્કર થાઈલેન્ડની નીચઉન જીદપોળ સામે થશે અને ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હી બિગજીયાઓ સાથે થશે.

(4:08 pm IST)