Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ન્યુઝીલેન્ડની પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયા જેવી નહિં, પણ સીનીયરોને ફાયદો થશે : દ્રવિડ

રોહિત, રહાણે, મુરલી, પૃથ્વી, પાર્થિવ અને હનુમા જેવા પ્લેયરોનો ઈન્ડિયા-એ ટીમમાં કરવામાં આવ્યો છે સમાવેશ

ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના મતે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયા જેવી નથી, પરંતુ એમ છતાં ઈન્ડિયા-એ ટીમમાં સમાવેશ કરવામાં આવેલા નિયમીત ટેસ્ટ ખેલાડીઓને મેચ પ્રેકટીસની તક મળશે. ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંકય રહાણે, રોહિત શર્મા, મુરલી વિજય, પૃથ્વી શો, પાર્થિવ પટેલ અને હનુમા વિહારી ન્યુઝીલેન્ડના માઉન્ટ મોનગાનુઈમાં ૧૬ નવેમ્બરથી શરૂ થનારી પહેલી અનઓફીશ્યલ ટેસ્ટની એ ટીમમાં છે. આ તમામ ખેલાડીઓની ઓસ્ટ્રેલિયામાં ૬ ડિસેમ્બરથી શરૂ થનારી ચાર ટેસ્ટની સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ઈન્ડિયા-એ ટીમ અને અન્ડર-૧૯ ટીમના કોચ દ્રવિડે કહ્યું હતું કે ટીમમાં સામેલ યુવા ખેલાડીઓને પણ સીનીયર ખેલાડીઓની હાજરીનો લાભ થશે. આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ જે રીતે ક્રિકેટ રમાઈ રહ્યુ છે એને જોતા આંતરરાષ્ટ્રીય સિરીઝ પહેલા અભ્યાસ કરવાની તક જ નથી મળતી. વળી પ્રેકટીસ મેચ પણ વધુ નથી હોતી.

(2:50 pm IST)