Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પાકિસ્તાનની હોકી ટીમને મળ્યો સ્પોન્સર, ભારતમાં આયોજીત વર્લ્ડ કપમાં લેશે ભાગ

ભારતમાં આયોજીત હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાનને રમવાને લઈને અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. એક ક્રિકેટ ફ્રેન્ચાઈઝીના માલિક આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પાકિસ્તાન હોકી ફેડરેશનના સ્પોન્સર્ડ તરીકે જોડાયા છે. ફેડરેશનના સેક્રેટરી શાહબાઝ અહેમદે જણાવ્યુ હતું કે, પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝલ્મીના માલિક જાવેદ આફ્રિદીએ પાકિસ્તાન હોકી ફેડરેશન સાથે કોન્ટ્રાકટ કર્યો છે જે ૨૦૨૦ સુધી ચાલશે. પાકિસ્તાન ટીમ વર્લ્ડકપ માટે ભારત જશે. જો કે સ્પોન્સર્ડ કેટલી રકમ આપવામાં આવી છે એનો ખુલાસો કરવામાં નથી આવ્યો.

(4:14 pm IST)