Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

હવે ધોની કરાવશે લોકોના લગ્ન :ભારત મેટ્રોમોની’એ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

મુંબઈ :ઑનલાઇન લગ્નના સંબંધો શોધવાની સેવા આપનારી કંપની શીર્ષ ઑનલાઇન વૈવાહિક સેવા પ્રદાતા ‘ભારત મેટ્રોમોની’એ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

  ભારત મેટ્રોમોનીએ  જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. નિવેદન મુજબ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બાદ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું, મને આ લોકપ્રિય અને શીર્ષ ઑનલાઇન સેવા સાથે જોડાવાથી ખૂબ ખુશી મહેસૂસ થઈ રહી છે

   આ સૌથી વધુ વિશ્વસનીય અને સફળ મેટ્રોમોની બ્રાન્ડ છે, જેણે છેલ્લા 18 વર્ષ દરમ્યાન લાખો લોકોને જીવનસાથી મેળવવામાં મદદ કરી છે. આ બ્રાન્ડ સાથે જોડાવવાથી મને ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે. ઑનલાઇન સેવાના કાર્યકારી અધિકારી મુરૂગવેલ જાનકીરમને કહ્યું, અમે અસાધારણ ક્રિકેટરની સાથે જોડાવાથી ગૌરવ અનુભવી રહ્યાં છે. .

(12:30 am IST)
  • સુરત : ૩૦ નવેમ્બરથી સુરતથી જેસલમેર અને ઉદયપુર વચ્ચે શરૂ થશે ફ્લાઈટ : સ્પાઈસ જેટ દ્વારા શરૂ કરવામાં આવી ફ્લાઈટ access_time 1:43 pm IST

  • જમાલપુર માં પોલીસે રેડ કરીને ત્રણ ઇસમોની કરી ધરપકડ:ગાજીપીરની દરગાહ પાસે વરલી મટકા ચલાવતો અને હિસ્ટ્રીશીટર જાકિર ઉર્ફે મામુ સહિત કુલ ત્રણ ઇસમોની કરી ધરપકડ:દરગાહ ની પાસે જાહેરમાં વરલી મટકો લખી રહ્યાં હતાં ત્યારે પોલીસે રેડ પાડીને તમામની કરી ધરપકડ:અંદાજે 10 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત. access_time 9:57 pm IST

  • શંકરસિંહ બાપુની શરદ પવાર-પ્રફુલ પટેલ સાથે મુલાકાતઃ એનસીપી સાથે બાપુના જોડાણની અટકળોઃ મહાગંઠબંધનને શંકરસિંહે ટેકો આપ્યો access_time 1:15 pm IST