Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ઋધ્ધિમાન સહાએ વિકેટની પાછળ હવામાં સુપરમેનની જેમ ઉડાન ભરીને કેચ પકડ્યો: ક્રિકેટપ્રેમીઓ આફરીન

પુણેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર ઋધ્ધિમાન સહાએ વિકેટની પાછળ હવામાં સુપરમેનની જેમ ઉડાન ભરીને જબરદસ્ત કેચ પકડ્યો અને ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી હતી. તે જ સમયે બીજા કેચમાં સાહાએ તેનુ ડહાપણ બતાવતા તેના ગ્લોવમાં ડુપ્લેસીનો અઘરો કેચ પકડ્યો.હતો 

          દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા દિવસે સવારે ફોલો-ઓન રમવા ગઈ હતી પરંતુ પ્રથમ ઓવરમાં જ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી થનુસ ડિબ્રિયન બેટિંગ માટે બહાર આવ્યો અને તેણે એલ્ગરની સાથે ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ તે પછી બોલ લેગ સ્ટમ્પ છોડીને બહાર જાતા બોલને તે ફાઇન લેગ પર રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બોલ બેટને લાગ્યો અને ઝડપથી બાઉન્ડ્રી તરફ જવા લાગ્યો. બસ ત્યારબાદ વિકેટ પાછળ, મુસ્તૈદ સહા હવામાં કૂદી પડ્યો, બોલને તેના ગ્લોવમાં કેચ કર્યો અને ડિબ્રાએનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.હતો

          ભારતને બીજી સફળતા છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર મળી. આનો વીડિયો પણ બીસીસીઆઈ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવ્યો છે. બીજી ઇનિંગમાં સાહાએ ફરી એકવાર સમજદારી બતાવી અને વિરોધી ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસીનો કેચ પકડ્યો. આ બોલમાં અશ્વિને વધારાનો બાઉન્સ મેળવ્યો હતો. સાહાએ ત્રણ એટેમ્પમાં ડીઈવ લગાવી કેચ કર્યો છે અને ડુપ્લેસી તરફ દોડે છે.

(6:08 pm IST)