Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ટેસ્ટ ક્રિકેટ મેચમાં SG, કૂકાબુરા, ડ્યૂક નામથી બોલનો ઉપયોગ ત્રણ અલગ અલગ દડા:જાણો કયા બોલનો કયા દેશમાં વપરાશ

મુંબઈ :લાલ બોલથી રમાતી ટેસ્ટ ક્રિકેટ મેચમાં હાલ ત્રણ પ્રકારના દડાનો ઉપયોગ થાય છે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે સમગ્ર દુનિયામાં ટેસ્ટ ક્રિકેટ માત્ર એક બોલથી જ રમાડવામાં આવી જોઈએ અને સાથે તેઓ આ ટેસ્ટ મેચમાં ડ્યૂક બોલને નકારે છે.

  અત્યારે 3 અલગ-અલગ દડાની વાત કરીએ તો ભારતમાં કે જ્યાં 5 દિવસીય ક્રિકેટ માટે SG બોલનો પ્રયોગ કરવામાં આવે છે જ્યારે ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની માટી પર આ ક્રિકેટ ડ્યૂક બોલથી રમવામાં આવે છે. જ્યારે દુનિયાના બાકીના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સાઉથઆફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા અને ઝીમ્બાબ્વે જેવા દેશોની વાત કરવામાં આવે તો આ લાલ દડો કૂકાબૂરાનો હોય છે. જાણો આ ત્રણ બોલમાં શું અંતર હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ પ્રકારના દડાનો ઉપયોગ કરવામાં આવે છે
  આ બોલને હાથ વડે તૈયાર કરવામાં આવે છે. આ બોલ સ્પિનરને ડ્રિફ્ટ કરવા માટે મદદરૂપ છે. પેસર્સને રિવર્સ સ્વિંગ મળે છે. આ દડાનો માત્ર ભારતમાં જ ઉપયોગ કરવામાં આવે છે.
આ દડો મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બોલ પર ગ્રિપ બનાવવી અઘરી છે. લેગ સ્પિનર માટે મદદરૂપ છે. આ દડાનો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સાઉથઆફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા અને ઝીમ્બાબ્વેમાં ઉપયોગ કરવામાં આવે છે.
  આ દડો પણ હાથ દ્વારા તૈયાર કરવામાં આવે છે. લાંબા સમય સુધી હાર્ડ રહેશે આ દડો. પેસર્સ, સ્પિનર્સ, બંને માટે મદદગાર. આ દડાનો ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં ઉપયોગ કરવામાં આવે છે.
 વિરાટ કોહલીનું માનવું છે કે ભારતમાં ઉપયોગમાં આવતો SG બોલ હવે અગાઉ જેવો નથી રહ્યો. હાથ વડે તૈયાર કરવામાં આવતા આ બોલની ગુણવત્તા હવે પહેલા જેવી નથી રહી. હવે આ બોલ પહેલા જેવો વ્યવહાર નથી કરતો. આ બોલ ટેસ્ટ મેચના અંત સુધી કાર્ય નથી કરતો, જ્યારે સ્પિનર અને પેસર એમ બંને પ્રકારના બોલર્સને આ બોલ ગ્રિપ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. કોહલીના પ્રમાણે તેની નજરમાં ટેસ્ટ માટે ડ્યૂક બોલ જ સૌથી સારો છે. આ બંને પ્રકારના બોલરોને મેચના અંત સુધી એક જેવો જ સહયોગ આપે છે. અને મેચને પણ સંતુલિત રાખે છે.

(2:38 pm IST)