Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ખીલ્યા :પાંચમો ગોલ્ડ મેળવ્યો: દીપા મલિકને બીજો બ્રોન્ઝ

ભારતે એશિયન પેરા ગેમ્સમાં શુક્રવારે ચેસમાં બે અને બેડમિન્ટનમાં એક ગોલ્ડની સાથે શાનદાર પ્રદર્શન રહ્યું. જ્યારે કે, રિયો પેરાલમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકે મહિલાની એફ 51/52/53 ચક્કા ફેંકમાં બીજો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કે જેનિટા એન્ટોએ મહિલા વ્યક્તિગત રેપિડ પી-1 ચેસ ઈવેન્ટના ફાઈનલમાં ઈન્ડોનેશિયાની મનુરુંગ રોસલિંડાને 1-0થી હરાવી. જ્યારે કે કિશન ગંગોલીએ જેન્ટ્સ વ્યક્તિગત રેપિડ સિક્સ બી2/બી3 ઈવેન્ટમાં માજિદ બાઘેરીને માત આપીને શીર્ષ સ્થાન મેળવ્યું હતું. 

(2:04 pm IST)