Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

યુથ ઓલમ્પિક- 2018: સૌરભ ચૌધરીએ 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ : શૂટિંગમાં ચોથો ગોલ્ડ મેડલ હાંસલ

બ્યુનસ આયર્સઃ ભારતના 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં ચાલતી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે. સૌરભે 10મી. એર પિસ્ટલમાં મેન્સ ફાઈનલ ઈવેન્ટમાં 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. 

 દ.કોરિયાનો સુંગ યુન્હો (236.7)એ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ અને સ્વિટ્ઝરલેન્ડના જેસોન સોલારી (215.6) પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સૌરભે ફાઈનલમાં સુંદર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સ્ટેજમાં 101.6 પોઈન્ટ સાથે સોલારીને (98.7) પોઈન્ટ સાથે પાછળ રાખ્યો હતો. 

 પ્રથમ બે રાઉન્ડમાં સૌરભ (142.4) શોટનો પરફેક્ટ 10 (10.4, 10.1, 10.3, 10.0)નો સ્કોર બનાવીને સોલારીથી 4.9 પોઈન્ટ આગળ નિકળી ગયો હતો. ત્યાર બાદ તેણે બધા જ રાઉન્ડમાં લીડ જાળવી રાખી હતી અને અંતમાં 10.0, 10.1, 10.7 અને 10.0ના છેલ્લા ચાર શોટ લગાવીને 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. 

(12:49 pm IST)