Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

શ્રીલંકાના ક્રિકેટરોએ ૧૯૯૬ના વર્લ્ડકપને યાદ કરવો જોઇએ: પાકિસ્‍તાન પ્રવાસમાં ન જવાના નિર્ણયથી શોએબ અખ્તરનો કટાક્ષ

લાહોર : શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી  ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે. શ્રીલંકા (Sri Lanka)ની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે અને આ સંજોગોમાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલાનો ભય છે. હવે શ્રીલંકાએ પણ કહી દીધુંછે કે તે આ પ્રવાસ પર જવા વિશે પુન:વિચાર કરી શકે છે. આ સંજોગોમાં શોએબ અખ્તરે (Shoaib Akhtar) શ્રીલંકાના ક્રિકેટરો વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેણે આ ક્રિકેટરો પર કટાક્ષકરીને તેમને 1996ના વર્લ્ડ કપની યાદ અપાવી છે.

શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પણ હવે ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી છે. આ ખેલાડીઓમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. જોકે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હજુ આ મુલાકાત રદ્દ કરવાનો અથવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. શ્રીલંકાના બોર્ડે જણાવ્યું કે શરૂઆતની ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી પણ 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય લીધો છે. હાલમાં જે ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસમાંથી હટવાનો નિર્ણય કર્યો છે એમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ સિવાય નિરોશાન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, તિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરુણારત્ને સામેલ છે.

શોએબ અખ્તરે આ ખેલાડીઓ પર ગુસ્સો કરીને ટ્વીટ કરી છે કે ''આ 10 શ્રીલંકન ખેલાડીઓએ પાકિસ્તાન આપવાનની ના પાડી દેતા હું બહુ નિરાશ છું. પાકિસ્તાન હંમેશા શ્રીલંકન ક્રિકેટનું મોટું સમર્થક રહ્યું છે. હાલમાં શ્રીલંકાના ઇસ્ટર હુમલા પછી પાકિસ્તાનની અંડર 19 ટીમે ત્યાં પ્રવાસ કર્યો હતો. આ હુમલા પછી શ્રીલંકા જનારી એ પહેલી આંતરરાષ્ટ્રીય ટીમ હતી. આ સિવાય 1996નો વિશ્વ કપ કોણ ભુલી શકે છે? એ સમયે જ્યારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકાના પ્રવાસ પર જવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે પાકિસ્તાન અને ભારતે એક સંયુક્ત ટીમ શ્રીલંકા મોકલી હતી અને શ્રીલંકા સાથે ફ્રેન્ડલી મેચ રમવામાં આવી હતી. શ્રીલંકા પાસેથી પણ અમને આવી જ આશા છે.''

(5:49 pm IST)