Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપનના બીજા રાઉન્ડમાં થઈ બહાર

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વધુ એક વખત નિરાશાનો સામનો કરવો પડ્યો છે. જાપાન ઓપન ટૂર્નામેન્ટમાં ગુરૂવારના રોજ સિંધુને બીજા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  મહિલા સિંગલ કેટેગરીના બીજા રાઉન્ડમાં સિંધુને ચીનની વર્લ્ડ નંબર-14ની ખેલાડી ગાઓ ફાંગજીએ માત આપી હતી. 55 મિનિટના મુકાબલામાં સિંધુએ 21-18, 21-19થી માત ખાધી હતી.

(9:47 pm IST)