Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ

ભાવિતા મધુએ એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ) રજત ચંદ્રક હાંસલ કર્યો

અમદાવાદ  :અમદાવાદ,ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર રોલર સ્કેટિંગમાં સિદ્ધિ મળી છે.ડીપીએસ ઈસ્ટની ધોરણ 12ની વિદ્યાર્થીની ભાવિતા મધુએ નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ)  વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.

 

   ભાવિતા ગુજરાતની 6 સભ્યોની બનેલી જબૂત ટીમની સભ્ય હતી. આ ટીમની મશરી પરીખે 7.5 સરેરાશ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક તથા 7.2ના સ્કોર સાથે ભાવિતાએ રજત ચંદ્રક હાંસલ કર્યઓ છે. ભાવિતાએ સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપમાંથી પસાર થઈને સિલેકશન કેમ્પમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિત્વ કરવા પસંદ થઈને નેશનલ ટીમનો હિસ્સો બની હતી. ભાવિકાને કોચ જ્યુતિકા દેસાઈ(ઈન્ડીયા કોચ)એ તાલિમ આપી હતી અને ઈટાલીના રાફેલો મેલોસ્સી તેના ઈન્ટરનેશનલ કોચ હતા.

(12:41 pm IST)