Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભારત-પાક વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના દિવ્યાંગ ભીમાભાઇ વાઇસ કેપ્ટન

દુબઇમાં ટી-ટવેન્ટી મેચ સીરીઝ રમાશે : નેપાલ ટીમ સામે પ રન આપી પ વિક્રેટનો ભીમાભાઇનો અનબ્રેક રેકોર્ડ

 પોરબંદર, તા. ૧૩ :  દુબઇમાં ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીયકક્ષાની વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટ ભીમાભાઇ ખૂંટી વાઇસ કેપ્ટન પદની જવાબદારી નિભાવશે. તેઓની આ ટુર્નામેન્ટમાં ઓલ રાઉન્ડર તરીકે પસંદગી થઇ છે.

પોરબંદર તથા ગુજરાતને ગૌરવ અપાનાર આ દિવ્યાંગ ક્રિકેટર છે. થોડા સમય પહેલા જ બાંગ્લાદેશને તેની જ ધરતી ઉપર ર-૦ થી માત આપીને ભારતની ગરમીમાં વધારો કર્યો હતો. અને ફરી એક વખત આગામી ૧પ સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી રવાના થશે. 

દુબઇ ખાતે ૩ ટી ટવેન્ટી મેચની સીરીઝ પાકિસ્તાન સામે રમાશે છે તેમાં પહેલો ટી ટવેન્ટી ૧૮ તારીખે અને આખરી ટી ટવેન્ટી ર૦ સપ્ટેમ્બર ર૦૧૮ના દિવસે રમશે.

આ અગાઉ ભીમાભાઇ ખૂંટી મલેશીયા તથા નેપાલ સામે પણ પોતાના કાંડાનું કૌવત બતાવી ચુકયો છે. નેપાલ સામે જયારે ર-૧થી ભારત સિરીઝ જીત્યુ હતું ત્યારે તેઓ મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા અને નેપાલ સામે ૧ મેચમાં પ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામે કરેલો છે. નેશનલ રેકોર્ડ પણ ચંદીગઢ ખાતે ૩ મેચમાં ત્રણ ફિફટી મારીને પોતાને નામે કરેલો છે. તેઓ આજના દિવ્યાંગ યુવાનોના રોલ મોડલ બની ચુકયા છે.

પોરબંદરનું ગૌરવ વધારનાર ભીમાભાઇને મો. ૯૭ર૬૭ ર૯૭૩૧ ઉપર મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે. (૯.૧)

(11:40 am IST)