Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પૂર્વ ભારતીય કેપ્ટન સરદાર સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી લીધી નિવૃતિ

નવી દિલ્હી :પૂર્વ ભારતીય હોકી કેપ્ટન સરદાર સિંહે હોકીમાંથી નિવૃતિ જાહેર કરી જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં તે ખૂબ હોકી રમ્યો છે અને હવે યુવાઓને જવાબદારી આપવાનો સમય આવી ગયો છે

  . સરદારે કહ્યું કે, તેમણે એશિયાઇ રમતોમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ નિર્ણય લીધો છે જેમાં ભારત પોતાનું ટાઇટલ બચાવવામાં અસફળ રહ્યું છે અને તેને બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો. સરદારસિંહની ઉંમર વધી રહી છે અને હવે તેમની રમતમાં અગાઉ જેવી સ્ફૂતિ રહી નથી.

 પૂર્વ કેપ્ટને કહ્યું કે, હા મે ઇન્ટરનેશનલ હોકીમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. હું ચંડિગઢમાં પોતાના પરિવાર, હોકી ઇન્ડિયા અને પોતાના દોસ્ત સાથે સલાહ-ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. મને લાગે છે કે હવે હોકીથી આગળનો વિચારવાનો સમય આવી ગયો છે.

 રસપ્રદ વાત એ છે કે જાકાર્તામાં એશિયાઇ રમત દરમિયાન સરદારે કહ્યું કે, તેની અંદર ખૂબ હોકી બચી છે અને તેમણે 2020માં ટોક્યોમાં પોતાની અંતિમ ઓલિમ્પિક રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

(1:08 am IST)