Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લોકસભાની ચૂંટણીના પગલે આઇપીએલ યોજાશે વિદેશમાં

નવી દિલ્હી: ૨૦૧૯માં રમાનારી આઈપીએલ ભારતની જગાએ યુએઈ અથવા સાઉથ આફ્રિકામાં યોજાય તેવી પૂરી શક્યતા છે.ભારતમાં લોકસભાની ચૂંટણીતેની ટર્મ પ્રમાણે એપ્રિલ-મે ૨૦૧૯ દરમ્યાન યોજાઇ શકે તેમ છે. મેના ત્રીજા અઠવાડિયામાં જે પણ ચૂંટાય તેની શપથવિધિ થઇ શકે તેમ છે. આઈપીએલની ૧૨મી સિઝન ૨૯ માર્ચથી શરૃ થશે. જે૧૯ મેના રોજ સમાપ્ત થશે. એટલે કે આઈપીએલ દરમ્યાન જ પ્રચારની પરાકાષ્ઠા, મતદાન, પરિણામ અને શપથવિધી  યોજાશે.તમામ રાજકીય પક્ષો પણ ઈચ્છે છે કે દેશના નાગરિકોથી માંડી પોલીસ, સુરક્ષા તંત્ર, સ્ટાફ ચૂંટણીમાં જ ધ્યાન જ ધ્યાન કેન્દ્રીત કરે. આઈપીએલની મેચો દેશના તમામ રાજ્યોના મુખ્ય શહેરોમાં અને મીની મેટ્રોમાં યોજાતી હોય છે.ભૂતકાળમાં બે વખત ચૂંટણીના કારણોસર જ બે વખત ૨૦૦૯માં અને ૨૦૧૪માં આઈપીએલ ભારતની બહાર સાઉથ આફ્રિકામાં અને યુએઈમાં યોજાઇ હતી.આઈપીએલની આયોજક સમિતિના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણીની તારીખઓની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. તે પછી જ આખરી નિર્ણય લેશે.આયોજકોએ મોટે ભાગે તો ભારતની બહાર આઈપીએલ રમાડવી જ પડશે તેવી શક્યતા પર પ્લાન 'બી' મુજબ આગળ વધવાનું શરૃ કરી જ દીધું છે. કેમકે મતદાનની તારીખો આઈપીએલ જોડે મે મહિનામાંટકરાય તેમ જ છે. બહુ તો એવું થઇ શકે કે જૂનમાં આખરી તબક્કાની આઈપીએલ ભારતમાં યોજાય. જોકે આવી અનિશ્ચિતતા અને બે ભાગ ના પડે અને સળંગ યુએઈ કે સાઉથ આફ્રિકામાં જ આઈપીએલ યોજવામાં આવે.દુબઇ અને અબુ ધાબીમાં ત્રણ જ ગ્રાઉન્ડ છે પણ ત્યાં એશિયાઇ ચાહકો તેમજ ભારતના સમય કરતા સમયનો દોઢ જ કલાકનો ફર્ક હોઇ ફ્રેન્ચાઇઝીઓ, ચાહકો અને દર્શકોથી માંડી બ્રોડકાસ્ટરો પણ યુએઈની જ માંગણી કરે તે સ્વાભાવિક છે. આઈપીએલના ટીવી પ્રસારણના પાંચ વર્ષના કરાર એક સ્પોર્ટસ ચેનલે  રૃા. ૧૬૫૦૦ કરોડથી વધુ રકમમાં ખરીદ્યા છે.

(5:31 pm IST)