Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કેપ્ટન વિરાટ કોહલી ઉપર વધારે નિર્ભર રહેવુ પડ્યુઃ ટીમની પસંદગીમાં ભુલ સહિતના કારણે ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્‍લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી

લંડનઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતે 1-4થી સીરિઝ ગુમાવવી પડી. સીરિઝમાં ઓપનર ફ્લોપ રહ્યા. મધ્યક્રમમાં કેપ્ટન વિરાટ કોહલીને છોડીને અન્ય બેટ્સમેન વધારે રન ના બનાવી શક્યા. પાંચમી અને અંતિમ ટેસ્ટમાં બીજી ઈનિંગ્સમાં લોકેશ રાહુલ અને યુવા વિકેટ કિપર ઋષભ પંચે શતક લગાવ્યા ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર વધારે નિર્ભર રહેવું અને ઓપનર તથા મધ્યક્રમની અસફળતા વિદેશમાં ટીમ ઈન્ડિયાની પોલ ફરી ખુલી ગઈ. ટીમની પસંદગીમાં થયેલી ભૂલોએ પણ ટીમને નુકસાન પહોંચાડ્યું. ટીમ ઈન્ડિયા જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગઈ ત્યારે તેને સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. પણ T20ને છોડીને વનડે અને ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો.

ઈંગ્લિશ બોલર્શ સામે 5મી ટેસ્ટમાં લંડનના પહેલા નોટિંઘમમાં પણ ભારતીય ટોપ બેટ્સમેન ફ્લોપ રહ્યા. પંચ અને રાહુલે એક દિવસના સારા પ્રદર્શનના કારણે જૂની વાતો ને ભૂલી ના શકાય. પહેલી ટેસ્ટ અને અંતિમ ટેસ્ટ સુધી કોઈ બેટ્સમેન પોતાના પરફોર્મન્સમાં યથાવત ના રહ્યા.

ઓપનર શિખર ધવન ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો. 4 ટેસ્ટમાં શિખરને રમવાની તક મળી જેમાં એક પણ હાફ સેન્ચ્યુરી ના લગાવી શક્યો. 8 ઈનિંગ્સમાં કુલ 20.25ની એવરેજથી 162 રન બનાવ્યા. તેનો સ્વાધિક સ્કોર 44 રહ્યો. શિખરના પ્રદર્શનને જોતા સવાલ ઉઠ્યા છે કે વેસ્ટ ઈન્ડીઝ સામે આગામી સમયમાં ઘરઆંગણે થનારી સીરિઝમાં તેને મોકો મળે અને તે રન બનાવે તો લાંબા સમયથી ચાલી રહેલી ઓપરનિંગ જોડીની તકલીફને ઓસ્ટ્રેલિયા પ્રવાસ સુધીમાં પૂર્ણ કરી શકાશે?

ભારતીય ક્રિકેટ માટે બીજો સૌથી મોટો મદ્દો કોચિંગ સ્ટાફની પણ ભૂમિકા છે. કોચિંગ સ્ટાફ રવિ શાસ્ત્રી, સંજય બાંગર, ભારત અરુણ અને આર. શ્રીધરથી ટીમ પસંદગીમાં ગડબડ કરી. ટીમની પસંદગી યોગ્ય રીતે ના થવાના કારણે તેનું પરિણામ ભારતે સીરિઝ ગુમાવીને ભોગવવું પડ્યું.

પહેલી ટેસ્ટની વાત કરીએ તો બર્મિઘમમાં ચેતેશ્વર પૂજારા અને વધારાના સ્પિનરની કમી નડી. અહીં આર. અશ્વિને બે ઈનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાનો ઉપયોગ કરી શકાયો હોત. કંઈક આવું સાઉથમ્પ્ટનમાં જોવા મળ્યું. બીજી તરફ, અશ્વિન ઈજા બાદ મેદાન પર પાછો ફરી રહ્યો હતો જેના કારણે પણ ઘણી તકલીફો થઈ.

રવિન્દ્ર જાડેજા વિશે ઈંગ્લેન્ડના આસિસ્ટેન્ટ કોચ પોલ ફેબ્રેસે કહ્યું, ‘મારા ખ્યાલથી તે ત્રણે ડિપાર્ટમેન્ટ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ)માં એક અસાધારણ ક્રિકેટર છે. મને ખુશી છે કે અમારા અને તેમનો સામનો માત્ર એક ટેસ્ટમાં થયો.’ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ભારતીય ક્રિકેટર અને સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું, “નિર્ણય લેનારા ભૂલી ગયા કે બે ભૂલો મળીને કોઈ વસ્તુને બરાબર નથી બનાવી શકતી.”

(5:09 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST