Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શું આપને લાગે છે કે ૧પ વર્ષોની સૌથી સારી ભારતીય ટીમ છે ? વિરાટ કોહલીને પત્રકારે પ્રશ્ન પુછતા સામે સવાલો કર્યા

લંડનઃ હંમેશા એવું જોવા મળે છે કે, મોટી હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેલાડી રિપોર્ટરના સવાલ પર ભડકી ઉઠે છે. આવું ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે થયું. ઓવલમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાર પછી જ્યારે વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો તો નક્કી હતું કે તેને કેટલાક તીખા સવાલો સામનો કરવો પડશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટરનો સવાલ એને એટલો ખરાબ લાગ્યો કે તે જવાબની જગ્યાએ સવાલ પૂછવા લાગ્યો અને પોતાના પરથી કાબૂ ગુમાવ્યો.

વિરાટને પૂછવામાં આવ્યું કે, આખી સીરિઝમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ટક્કર આપવાની કોશિશ કરી. દરમિયાન ટીમ પર 15 વર્ષોમાં સૌથી સારી ભારતીય ટીમ હોવાનું વધારે દબાણ હતું? શું આપને લાગે છે કે પાછલા 15 વર્ષોની સૌથી સારી ટીમ છે. જવાબમાં કેપ્ટન કોહલીએ કહ્યું, શું નથી, અમને વિશ્વાસ છે કે અમે સારી ટીમ છીએ.

સવાલથી બચતા વિરાટ કોહલીને કાઉન્ટર સવાલ કર્યો- શું આપને લાગે છે કે 15 વર્ષોની સૌથી સારી ભારતની ટીમ છે? તેના પર કોહલીએ ગુસ્સે થઈને કહ્યું, તમને શું લાગે છે? તમને શું લાગે છે? તેના પર TOIના રિપોર્ટરે કહ્યું મને નથી લાગતું. તેના પર વિરાટે કહ્યું- તમારો મત છે. પછી વિરાટે પોતે કરેલી ભૂલનો અહેસાસ તેના બોડિ લેંગ્વેજમાં જોવા મળ્યો. વિરાટના સવાલ-જવાબનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ટીકાકારોથી ઘેરાયેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેમની ટીમનો વિદેશી રેકોર્ડ પાછલા 15-20 વર્ષોની ટીમની સરખામણીમાં સારી છે. જેના પર રિપોર્ટરે કોહલીને સવાલ કર્યો હતો. જણાવી દઈએ કે ભારતીય ટીમે 5 મેચોની સીરિઝમાં માત્ર એક મેચ જીતી, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો.

(5:06 pm IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST