Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ક્રિકેટમાં આવશે ચીપવાળા સ્માર્ટ બોલ?

એલબીડબલ્યુના નિર્ણય લેવામાં પણ અમ્યપારોને મદદ મળશે

ક્રિકેટ જગતમાં એક સમયે લાલ-લાલ બત્ત દ્વારા આઉટ નોટ આઉટ નિર્ણય અપાતા જે સમય જતાં બદલાયા અને ટીઆરએસ જેવી સિસ્ટમ્સ અમલમાં આવી. હવે આજના જમાનામાં જયાં બધું સ્માર્ટ વપરાઈ રહ્યું હોય ત્યાં ક્રિકેટ જગત કેમ પાછળ રહે. ન્યુઝિલેન્ડ એક વેબસાઇટના મતે હવે ક્રિકેટ જગતમાં સ્માર્ટ બોલ વાપરવામાં આવશે જેનું ઉત્પાદન અંતિમ તબક્કામાં છે. ઓસ્ટ્રેલિયાની કંપની ફૂકાબુરા દ્વારા બનાવવામાં આવતા આ બોલમાં માઇક્રોચીપ લાગેલી હશે. ટ્રેકરથી જોડાયેલા આ બોલને ફેંકતાની સાથે જ એ સ્પીડ મેટ્રિકસ, પ્રી-બાઉન્સ અને પોસ્ટ બાઉન્સ જેવા ડેટા પ્રોવાઇડ કરવા લાગશે. આ ઉપરાંત એલ બી ડબ્લ્યુ ના કેસમાં બોલ વાસ્તવમાં કઈ જગ્યાએ લાગ્યો છે એ જાણવામાં પણ અમ્પાયરોને મદદ મળી રહેશે.

(2:16 pm IST)