Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સેહવાગે પોતાને ટ્રોલ કરી આર્ય ભટ્ટને કેમ યાદ કર્યા?

બે દિવસ સુધી ફિલ્ડીંગ કરવી પડી'તી, ઈચ્છા તો નથી પણ મેં ટ્રીબ્યુટ આપ્યુ હતું

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ પ્લેયર વિરેન્દ્ર સેહવાગ પોતાના બેબાક જવાબ અને સોશ્યલ મીડિયા પરનિ એકિટવિટી ને કારણે ઘણો ફેમસ છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં પોતાને જ ટ્રોલ કર્યો હતો અને ઝીરોના આંકડાની શોધ કરનાર આર્યભટ્ટ ને યાદ હતા.

હકીકતમાં વાત એમ છે કે આઠ વર્ષ પહેલાં ૧૨મી ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં વીરૂ પાજી એક નહીં, પણ બન્ને ઇનિંગમાં ઝીરો પર આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં તે સ્ટુઅર્ટ બ્રોડ અને બીજી ઇનિંગમાં જેમ્સ એન્ડરસન નો શિકાર થયો હતો. એ મેચના યાદ કરતા વીરૂએ ટ્વીટ કરી હતી કે આજના દિવસે આઠ વર્ષ પહેલા મેં બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે કિંગ પર (બન્ને ઇનિંગમાં ઝરો આઉટ થવા ની ઘટના) રમી હતી અને બે દિવસ સુધી ૧૮૮ ઓવર ફીલ્ડિંગ કરવી પડી હતી. ઇચ્છા તો નથી, પણ એ સમયે મેં આર્યભટ્ટનો ટ્રીબ્યુટ આપ્યું હતું. જો નિષ્ફળ થવાની શકયતા ઝીરો હોય તો તમે શું કરી શકવાના? તમારી પાસે કોઈ આંકડો હોય તો જરૂર કહેજો.

નોંધનીય છે કે ઇંગ્લેન્ડ સામેની એ ટેસ્ટ મેચ ૨૪ર રન અને એક ઇનિંગથી ભારત હારી ગયું હતું. પહેલી ઇનિંગમાં ૨૨૪માં ઓલઆઉટ થનારી ભારતીય ટીમ માટે યજમાન ટીમે સાત વિકેટે ૭૧૦ રન કર્યા હતા અને ઇંગ્લેન્ડ પાસેથી મળેલા ટાર્ગેટને પ્રાપ્ત કરવાની દોડમાં પણ ટીમ ઇન્ડિયા સારૃં પર્ફોર્મન્સ કરી શકતાં ૨૪૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એલેસ્ટર કૂકે આ મેચમાં ૨૯૪ની ઇનિંગ રમી હતી.

(2:15 pm IST)