Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઓલમ્પિકની શરૂઆત પહેલા દિલ્હીમાં યોજાશે ભારતીય શૂટર માટે ખાસ સ્પર્ધા

નવી દિલ્હી: ૨૦૨૦માં ટોક્યો ઑલિમ્પિક્સનું આયોજન થશે એના થોડા અઠવાડિયાઓ પૂર્વે દિલ્હીમાં કમ્બાઇન્ડ આઇએસએસએફ વર્લ્ડ કપ યોજવામાં આવશે. આ શૂટિંગ વર્લ્ડ કપ ઇવેન્ટ માટે દિલ્હીને આયોજનનો અધિકાર આપવામાં આવ્યો છે. નિશાનબાજીમાં ભારતીય ઍથ્લેટો ખૂબ ઝળકી રહ્યા હોવાથી ભારતને આ ઇવેન્ટના આયોજનનો અધિકાર સાંપડ્યો છે. જોકે, ૨૦૧૨થી અત્યાર સુધીમાં શૂટિંગની વિશ્ર્વસ્તરની છ સ્પર્ધાઓ ભારતમાં યોજાઈ ચૂકી છે.ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઇએસએસએફ)ની આ કમ્બાઇન્ડ વર્લ્ડ કપ ઇવેન્ટમાં રાઇફલ, પિસ્તોલ તથા શૉટગનની હરીફાઈઓ યોજાશે.

(6:02 pm IST)