Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિનેશ ફોગાટે આપ્યું વિવાદિત બયાન

નવી દિલ્હી: વીનેશ ફોગાટે કહ્યું કે, ભારત પોતાના પહેલવાનો પાસેથી મેડલની આશા રાખે છે પરંતુ આ પ્રકારના ચેમ્પિયન તૈયાર કરવા માટે તે પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેકે પ્રશિક્ષિણની કેટલીક પરિસ્થિતિઓમાં થોડો સુધારો થયો છે. હરિયાણાની 23 વર્ષિય વિનેશ ખુબ જ સારા ફોર્મમાં છે. તેને એશિયાઇ રમતમાં પહેલા રાષ્ટ્રમંડળ રમતમાં સ્વર્ણ પદક જીત્યા હતાં. વીનેશ લખવઉમાં રાષ્ટ્રીય શિબિરનો ભાગ હતી. પરંતુ તેણે ખુલાસો કર્યો કે, તે કેટલાક સત્રોમાં ગઇ ન હતી કારણ કે, અભ્યાસ હોલમાં ખુબ જ ગર્મી હતી અને સખત અભ્યાસથી તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી.વીનેશએ કહ્યું,’આપણે હવે એશિયાઇ રમતોમાં રમવાનું છે અને તેના પછી વિશ્વ ચેમ્પિયનશિપ થવાની છે. પરંતુ સ્થિતિ જ્યાની ત્યાં જ છે. અભ્યાસ સ્થળ પર મળનારા ભોજનમાં સુધાર થયો છે પરંતુ બીજી ઘણી વસ્તુઓમા સુધારની જરૂરીયાત છે. જો તમારે ઓલંમ્પિક મેડલ જોઇતા હોય ચતો તમારે એ પ્રમાણેની સુવિધાઓ પણ આપવી પડ્શે.’આગળ તેણે કહ્યું,’પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ અમે અભ્યાસ કરીએ છીએ પરંતુ અમારી ફિટનેસ પ્રભાવિત થાય છે અને તે ઇજાનું કારણ પણ બની શકે છે. લખનઉમાં કુશ્તી હોલમાં હાલમાં પણ ખુબ જ ગર્મી હતી. જ્યારે આ વરસાદની સીઝન છે. અમને ખુબ જ પરસેવો આવે છે અને તેનાથી તમારી ફિટનેસ પ્રભાવિત થાય છે. મને ઘુંટણમાં દુખાવો થઇ રહ્યો છે. ઘણી વખત ત્યા વિજળી પણ હોતી નથી. મેં કેટલીક વાર અભ્યાસ નથી કર્યો પરંતુ અમે કરી પણ શું શકીએ.’જોકે, વીનેશએ ભારતીય કુશ્તી મહાસંઘની આલોચના કરી ન હતી. તેમણે ભારતીય પહેલવાનો માટે સંઘ અને નવા પ્રાયોજક ટાટા મોટર્સ દ્વારા આયોજીત વિદાઇ સમારોહમાં કહ્યું,’મહાસંઘ પોતાનું કામ કરી રહ્યું છે પરંતુ તે એકલા હાથે બધુ ન કરી શકે. અન્યએ પણ પોતાનું કામ ઇમાનદારીથી કરવું પડશે. કોઇ મહત્વપૂર્ણ સ્પર્ધા પહેલા તમે અભ્યાસ પહેલા બાંધછોડ કરી શકો નહી.’

(6:00 pm IST)