Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ધોધમાર ઝરણામાં ન્હાયો મહેન્દ્રસિંહ ધોની :લખ્યું, જૂની વાતો યાદ આવી,મફતમાં હેડ મસાજ મળ્યું

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ પોતાના ફ્રી સમયમાં ભરપૂર આનંદ માણી રહ્યો છે ધોની ઈંગ્લેન્ડમાં રમાયેલી વન ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જે સીરિઝમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો

    ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને ધોનીએ ટેસ્ટ સીરિઝના સૌથી લાંબા ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. આ કારણે તે ભારત પરત ફર્યો છે. ધોની હવે 15 સપ્ટેમ્બરમાં યુએઈમાં શરુ થનારા એશિયા કપમાં ભારતીય ટીમ સાથે જોડાશે. 

   આ દરમિયાન ધોનીનો કૂલ અંદાજ ફરી જોવા મળ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે લખ્યું કે,’રાંચી આસપાસ ત્રણ ઝરણાં છે. આથી હું જ્યારે ઈચ્છું ત્યારે આવું કરી શકું છું પરંતુ હું દસ વર્ષ બાદ આવું કરી રહ્યો છું. મને જૂની વાતો યાદ આવી ગઈ. મફતમાં હેડ મસાજ મળી રહ્યું છે.’

   ભારત આવ્યાં પછી પણ ધોની બિઝી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટને પોતાના ફેન્સને પ્રોમિસ પણ આપ્યું છે કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આવતી સિઝન પહેલા તામિલ શીખી લેશે. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ સામે સીરિઝ દરમિયાન ધોની વન ડે ઈન્ટરનેશનલમાં દસ હજાર રન પૂરાં કરનાર ભારતનો ચોથો અને દુનિયાનો 12મો બેટ્સમેન બન્યો છે. આટલું જ નહિ તે 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ત્રીજો ભારતીય ક્રિકેટર પણ બન્યો છે.

(8:50 am IST)