Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

લોર્ડ્સ ટેસ્ટમેચમાં ભારતનો કારમો પરાજય :ઇંગ્લેન્ડનો 159 રને વિજય

બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન ;ભારતીય ટીમનો 130 રનમાં ઓલઆઉટ :ત્રીજી ટેસ્ટમાં સિરીઝ બચાવવા તક

લોર્ડસ ટેસ્ટમેચમાં ભારતીય ટીમની કારમી હાર થઇ છે. ભારતીય ટીમ 159 રને ઇંગ્લેન્ડ સામે હારી છે મેજબાન ટીમે પાંચ ટેસ્ટમેચોની શ્રેણીમાં 2-0થી સરસાઇ મેળવી લીધી છે પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 107 રનમાં પવેલિયન પરત ફરી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટ્સમેનોનું કંગાળ  પ્રદર્શન રહેતા 130 પર બેટ્સમેનો ઓલ આઉટ થઇ ગયા હતા.

  કપ્તાન કોહલીની આગેવાનીમાં ઉતરેલી લોર્ડ્સ ટેસ્ટમાં વરસાદ બાદ પીચ પર બોલ સ્વીંગ થયા હતા જેના કારણે ઇન્ડિયન બેટ્સમેનો નાકામ રહ્યા હતા.ઇંગ્લેન્ડના ઘર આંગણે રમાય રહેલી ટેસ્ટમેચમાં સત્તત બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થવાના કારણે કપ્તાન વિરાટ કોહલીની કેપ્ટનશીપ અને કોચ રવિ શાશ્ત્રી પર પ્રેશર આવ્યું છે.

 જેમ્સ એન્ડરસનને લોર્ડસ ગ્રાઉન્ડમાં મળેલો ફાયદો આ માટે કારણભૂત માનવામાં આવે છે કારણ કે જેમ્સ એન્ડરસને પહેલી ઇનિંગમાં લીધેલી પાંચ વિકેટના કારણે જ ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઇ હતી. ઉપરથી ભારતના ઓપનીંગ બેટ્સમેનો અને મીડલ ઓર્ડર પણ કંઇ ખાસ પરફોર્મન્સ ન કરી શકતા હવે ત્રીજી ટેસ્ટમેચ ભારત માટે કરો યા મરોના મુકાબલા સમાન બની રહેશે.

(8:50 am IST)