Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નોકઆઉટ મેચમાં વિરાટ કોહલીને આઉટ કરવુ ખુબ જ સરળ

સામાન્ય બોલિંગમાં પણ વિરાટ કોહલી આઉટ થાય છે : ૪૧ સદી ફટકારી ચુકેલો સ્ટાર વિરાટ કોહલી નોકઆઉટ મેચોમાં સ્વાભાવિક રમત રમી શક્યો જ નથી : અહેવાલ

નવી દિલ્હી,તા. ૧૩ : વનડે કરિયરમાં ૨૩૬ મેચોમાં ૧૧૨૮૬ રન ૪૧ સદી સાથે કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા છે. કોઈ પણ ક્રિકેટ ચાહકોને ક્રિકેટરોના આંકડા સુધી પહોંચવાના સપના જોવે છે. ૨૩૬ મેચમાં ૪૧ સદી અને ૫૪ અડધી સદી વિરાટ કોહલી ફટકારી ચુક્યો છે. ક્રિકેટના એક સામાન્ય જારકાર લોકો પણ ક્રિકેટના આ આંકડાને લઈને કોઈ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી. દુનિયાના નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીને આ આંકડા ખુબ જ રોચક છે. પરંતુ વિરાટ કોહલીએ મોટી ટુનામેન્ટોમાં અને ખાસ કરીને નોકઆઉટ મેચોમાં નિરાશાજનક દેખાવો કર્યો છે. વિરાટ કોહલીએ અંગે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, જો તેને વહેલી તકે આઉટ કરવામાં નહીં આવે તો તે પોતાની ટીમને જીત અપાવીને જ જશે. આવા ખેલાડી અંગે જો એમ કહેવામાં આવે તો મોટી મંચ પર નોકઆઉટ મેચોમાં વિરાટ કોહલીની વિકેટ લેવી રમત વાત છે તો તમામને આશ્ચર્ય થઈ શકે છે પરંતુ આંકડા આ પ્રકારની સાબિતી આપે છે કે, વિરાટ કોહલી માટે મોટી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં પોતાની અસલી રમત તે દર્શાવી શક્યો નથી. વિરાટ કોહલી કરિયરની તમામ મોટી નોકઆઉટ મેચોમાં અડધી સદી પણ બનાવી શક્યો નથી. નોકઆઉટ મેચોમાં વિરાટ કોહલીની વિકેટ બિલકુલ નબળા બોલરો પણ લઈ ચુક્યા છે. જેમાં દિલશાનથી લઈને ડેવિડ હસીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કોઈ સારા બોલરમાં ગણવામાં આવતા નથી. પરંતુ ત્રણ મોટી નોકઆઉટ મેચોમાં ધ્યાન આપવામાં આવે તો કોહલી સામાન્ય બોલરો સામે આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૫ વર્લ્ડ કપની સેમિફાઈન્લ મેચમાં જોન્સનની બોલિંગમાં તે એક રન કરીને આઉટ થયો હતો. આવી જ રીતે ઈગ્લેન્ડમાં ૨૦૧૭માં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાન સામેની ફાઈનલમાં ઝડપી બોલર આમિરનો શિકાર થયો હતો. એ મેચમાં કોહલી નવ બોલમાં ૫ રન કરીને આઉટ થયો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં કોહલી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બોલ્ટની બોલિંગમાં માત્ર એક રન કરીને આઉટ થયો હતો. આંકડા દર્શાવે છે કે, વિરાટ કોહલી મોટી મેચોમાં નોકઆઉટમાં પોતાના પર વધારે દબાણ મુકી દે છે. જેથી તે પોતાની શહજ રમત રમી શકતો નથી. મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે કે, કોહલી એક પ્રકારના બોલરની બોલિંગમાં આઉટ થયો છે.

નોકઆઉટમાં કોહલી ફ્લોપ

કોહલી એક પણ અડધી સદી બનાવી શક્યો નથી

નવી દિલ્હી,તા. ૧૩ : વનડે કરિયરમાં ૨૩૬ મેચોમાં ૧૧૨૮૬ રન ૪૧ સદી સાથે કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા છે. કોઈ પણ ક્રિકેટ ચાહકોને ક્રિકેટરોના આંકડા સુધી પહોંચવાના સપના જોવે છે. ૨૩૬ મેચમાં ૪૧ સદી અને ૫૪ અડધી સદી વિરાટ કોહલી ફટકારી ચુક્યો છે. ક્રિકેટના એક સામાન્ય જારકાર લોકો પણ ક્રિકેટના આ આંકડાને લઈને કોઈ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી. વિરાટ કોહલી નોકઆઉટ મેચોમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. તેની વિકેટ સામાન્ય બોલર પણ લઈ ગયા છે. નોકઆઉટ મેચોમાં કોહલીના ફ્લોપ થવાના આંકડા નીચે મુજબ છે.

ટુર્નામેન્ટ

હરિફ ટીમ

સ્કોર

૨૦૧૧ વર્લ્ડ કપ ક્વૉર્ટર ફાઇનલ

ઓસ્ટ્રેલિયા

૨૪

૨૦૧૧ વર્લ્ડ કપ સેમિફાઇનલ

પાકિસ્તાન

૦૯

૨૦૧૧ વર્લ્ડ કપ ફાઇનલ

શ્રીલંકા

૩૫

૨૦૧૫ વર્લ્ડ ક્વૉર્ટર ફાઇનલ

બાંગ્લાદેશ

૦૩

૨૦૧૫ વર્લ્ડ કપ સેમિફાઈનલ

ઓસ્ટ્રેલિયા

૦૧

૨૦૧૭ ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ

પાકિસ્તાન

૦૫

૨૦૧૯ વર્લ્ડ કપ સેમિફાઈનલ

ન્યુઝીલેન્ડ

૦૧

(7:46 pm IST)