Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કૌન બનેગા વર્લ્ડ ચેમ્પિયન : કાલે લોડ્ર્સમાં ફાઈનલ

બંનેમાંથી એક પણ ટીમ વર્લ્ડકપ જીતી શકી નથી : આ વખતે નવી ટીમ જ ચેમ્પિયન બનશે

લોર્ડસ, તા. ૧૩ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કારણ કે જોરદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી  ગઇ છે. એક વખતે તેના પર વર્લ્ડ કપમાંથી આઉટ થવાનો ખતરો હતો. જો જે ઇંગ્લેન્ડ જોરદાર દેખાવ કરીને વાપસી કરી હતી. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે શક્તિશાળી ઓસ્ટ્રેલિયા પર મજબુત જીત મેળવી હતી.

પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર જીત મેળવીને મોટો અપસેટ સર્જયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ અંડરડોંગ તરીકે મેદાનમાં ઉતરી હતી અને ભારત સામે લો સ્કોરિંગ મેચમા ંપણ જીત મેળવી લીધી હતી. હવે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં ભારત સામે જોરદાર દેખાવ કર્યાબાદ તેની પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગયા બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે પરંતુ ફાઇનલ મેચ જોવા માટે ઉત્સુક છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પહોંચી શકી છે.  ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે.  ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ જીત મેળવીને ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા છ  વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે.

આવતીકાલે ફાઇનલમાં રમે તે પહેલા ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં આમને સામને આવી હતી. 

ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી.

(3:41 pm IST)