Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા કેપ્ટન બન્યા રાશીદ ખાન

લેગ સ્પિનર રાશિદખાનની ટેસ્ટ,વનડે અને ટી-20માં કેપ્ટ્ન તરીકે નિમણુંક

આઈસીસી વર્લ્ડ કપમાં તમામ નવ મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ કેપ્ટનમાં પરિવર્તન કરતા યુવા લેગ સ્પિનર રાશીદ ખાનને રમતના ત્રણે પ્રારૂપમાં ટીમના કેપ્ટન તરીકે નિમણુંક કરી છે. વર્લ્ડ કપ પહેલા કેપ્ટનશીપથી દુર કરવામાં આવેલ અસગર અફગાનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

  એસીબીએ વર્લ્ડ કપ પહેલા અસગર અફગાનને બધા પ્રારૂપોમાંથી કેપ્ટન પદથી દુર કરી દીધા હતા અને તેમની જગ્યાએ ગુલાબદિન નાયબને વનડે, રાશીદ ખાનને ટી-૨૦ અને રહમત શાહને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવ્યા હતા. પરંતુ વર્લ્ડ કપ બાદ એસીબીએ ત્રણે ટીમોની કેપ્ટનશીપ રાશીદ ખાનને છોપી દીધી છે. અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું અને તેમને પોતાની બધી નવ મેચ હાર મળી હતી.

કેપ્ટન ગુલાબદિનના નાયબનું પ્રદર્શન બોલ અને બેટથી એવરજ રહ્યું હતું. રાશીદ ખાન હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટમાં ટીમની આગેવાની કરશે અને બાંગ્લાદેશ તથા ઝિમ્બાબ્વેની સાથે ત્રિકોણીય સીરીઝમાં પણ કેપ્ટનશીપ સંભાળશે. તે પછી વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલું સીરીઝ ભારતના લખનૌમાં રમશે જેમાં ત્રણ ટી-૨૦, ત્રણ વનડે અને એકમાત્ર ટેસ્ટ હશે. આ સીરીઝ પાંચ નવેમ્બરથી એક ડીસેમ્બર સુધી હશે.

(1:18 pm IST)