Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આસામની ખેડૂત પુત્રીએ અપાવ્યું ભારતને 400 મીટરમાં ગોલ્ડ: જાણો આ દોડવીરની વાત

નવી દિલ્હીઆસામના એક સાધારણ ખેડૂતની પુત્રીએ ભારતને એવુ ગૌરવ અપાવ્યુ છે જેની કદાચ કોઈએ ગઈકાલ સુધી કલ્પના પણ કરી નહોતી. ખેડૂતની પુત્રી હિમા દાસે વર્લ્ડ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલા 400 મીટર ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. કારનામુ કરનાર તે પહેલી ભારતીય મહિલા બની છે. ફિનલેન્ડમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં સફળતા મળ્યા બાદ 18 વર્ષીય હિમા દાસ સ્પોર્ટસ વર્લ્ડમાં છવાઈ ગઈ છે.હિમાએ રેસ 51.46 સેંકડના સમયમાં પુરી કરી હીત.જોકે તે પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 51.13 સેકન્ડથી પાછળ રહી હતી. હિમાએ ક્યારેય એથ્લેટિક્સમાં આવવાનુ વિચાર્યુ હતુ.તે યુવકો સાતે ફૂટબોલ રમ્યા કરતી હતી.પણ તેના કોચ નિપોન દાસે તેની પ્રતિભાને ઓળખી હતી અને તેમની જીદથી હિમા રેસિંગ ટ્રેક પર આવી હતી. હિમાને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ અભિનંદન આપ્યા છે.

(3:40 pm IST)