Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રોનાલ્ડોને લીધે ફિયાટ કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

નવી દિલ્હી:ઈટાલીની ક્લબ યુવેન્ટસે ફૂટબોલ જગતમાં હલચલ મચાવતા રીઅલ મેડ્રીડના લેજન્ડ ક્રીસ્ટીઆનો રોનાલ્ડોને ૧૩ કરોડ ડોલરમાં ચાર વર્ષ માટે કરારબદ્ધ કર્યો છે. જો કે ટ્રાન્સફરે એક રસપ્રદ વળાંક લીધો છે. બન્યું છે એવું કે યુવેન્ટસની માલિકી ઇટાલીની જગવિખ્યાત ફિયાટ કંપની ધરાવે છે. ફિયાટના માલિક અગ્નેલી પરિવાર તેમાં મહત્તમ હિસ્સો ધરાવે છે. યુવેન્ટસ આટલી જંગી રકમ સાથે રોનાલ્ડોને ખરીદી રહ્યું છે તે જાણી ફિયાટ કંપનીના કર્મચારીઓના યુનિયને વિરોધ વ્યક્ત કરવા સાથે નારાજગી જાહેર કરી છે અને પ્રતિકાત્મક હડતાલ પણ બે દિવસની શિફ્ટમાં તા. ૧૫ અને ૧૭ જૂલાઇએ જાહેર કરી છે. યુનિયનનું કહેવું છે કે ફિયાટ કાર કંપની કારના વિશ્વ બજારમાં તીવ્ર હરિફાઇનો સામનો કરી રહ્યું છે. કંપનીએ અત્યારે હરિફાઇમાં ટકવા અવનવી કાર ડિઝાઇન, મોડેલો તેમજ કર્મચારીઓના હિત માટેના પ્રોજેક્ટમાં રકમ ખર્ચવાની જરૃર છે. માત્ર એક ખેલાડી માટે હદે રોકાણ કરવાથી કર્મચારીઓનો જૂસ્સો ઘટી જશે. કંપનીએ કોઇ પ્રતિભાવ નથી આપ્યો.

(3:40 pm IST)