Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ફિફા વર્લ્ડ કપ 2018: 68 વર્ષ પછી કોઈ નાના દેશે ફાઇનલમાં મેળવી હોય એન્ટ્રી

નવી દિલ્હી: રશિયામાં ચાલી રહેલ ફિફા વલ્ર્ડ કપ દરમિયાન અંતિમ પડાવ આવી ગયો છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચનાર ક્રોએશિયા દેશ દરેક લોકો માટે નવું હશે. પહેલી વખત ફાઇનલમાં એન્ટ્રી મેળવનાર દેશ સૌથી નાનો દેશ છે જેને 68 વર્ષ પછી ફાઇનલમાં જગ્યા બનાવી હોય. ક્રોએશિયા દેશની કુલ વસ્તી 4 મિલિયન એટલે કે 4 લાખ છે. એટલે કે ભારતની રાજધાની દિલ્હી કરતા પણ ઓછી વસ્તી ક્રોએશિયા દેશ ધરાવે છે. ક્રોએશિયા દેશની ક્ષેત્રફળ હિમાચલ પ્રદેશ જેટલું છે. ક્રોએશિયા દેશ ફિફા વર્લ્ડ કપમાં રમનાર સોર્ટથી યુવા દેશ છે. ક્રોએશિયા દેશ 1991માં અજડ થયો હતો.યુગોસ્લાવિયાથી અલગ થઈને પોતાનો અલગ રાષ્ટ્ર બનાવ્યું હતું ક્રોએશિયાને 1998માં ફ્રાન્સમાં જમૈકા,જાપાન, રોમાનિયા અને જર્મનીને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી અને ત્યારે સેમનીફાઇનલમાં ફ્રાન્સ સાથે ટક્કર થઇ હતી અને ફ્રાન્સ સામે તેને હાર મળી હતી. હવે ફાઇનલમાં ફ્રાન્સ સામે તેની ટક્કર છે અને પોતાનો જૂનો હિસાબ ચૂકતે કરશે કે નહીં તે જોવાનું છે.

(3:39 pm IST)
  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ ના પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણીની જાહેરાત : ચોક્કસ લાયકાત વાળા ડોકટરો સિવાયની પેથોલીજી લેબોરેટરી બાબતે કોર્ટનો મહત્વનો નિર્ણય : કોર્ટ દ્વારા આવી લેબોરેટરીના સંચાલકોએ કરેલી રીવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી : સુપ્રીમ કોર્ટે આ પૂર્વે 12-12-17ના રોજ ગેરકાયદે પેથોલોજી લેબ બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો : ચુકાદામાં કોર્ટે કરેલા નિર્દેશ મુજબ પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : લેબ ધારકોની કોર્ટમાં પડકારતી રીવ્યુ પિટિશન ફગાવી દેવાતા એમ ડી પેથોલોજી વિનાની લેબોરેટરી કરવી પડશે બંધ access_time 1:27 am IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST