Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

હાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત.....

નવી દિલ્હી: પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે આઈસીસી વિશ્વ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટમાં 100 ટકા જીતનો રેકૉર્ડ જાળવી રાખશે. વિશ્વ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે એકપણ વાર હારી નથી. બંને ટીમો વિશ્વ કપમાં અત્યાર સુધી 6 વાર એક-બીજા સામે ટકરાઈ ચુકી છે અને દરેક વખતે ભારતીય ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને પટખની આપી દીધી છે. કપિલ દેવે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હાર્દિક પંડ્યા અને તેની તુલના ના કરવામાં આવે. ભારતનાં સૌથી શાનદાર ઑલરાઉન્ડર મનાતા ખેલાડીએ હાર્દિક પંડ્યાને ટીમ માટે સમર્પિત ખેલાડી ગણાવતા કહ્યું કે, તેઓ ઇચ્છશે કે હાર્દિકની તુલના કોઈ સાથે કરવામાં ના આવે. પૂર્વ વિશ્વ ચેમ્પિયન કેપ્ટને કહ્યું કે, “હું ઇચ્છુ છું કે તમે ક્યારેય પણ તેની તુલના ના કરો. હું તો ઇચ્છીશ કે તે મારાથી પણ સારું રમે. તેનામાં એટલી ક્ષમતા છે અને જો તે ગત મેચની માફક રમતો રહ્યો તો તમારે તેની તુલના મારી સાથે કરવાની જરૂર પણ નહીં પડે.” કપિલ દેવે આશા વ્યક્ત કરી છે કે હાર્દિક પંડ્યા પોતાની બૉલિંગમાં સુધારો જરૂર કરશે.

(5:39 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST