Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રૂ. ૧૭૩ કરોડની કમાણી સાથે કોહલીનો ફોર્બ્સની યાદીમાં ટોપ ૧૦૦માં સમાવેશ

લંડન તા ૧૨  : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ફોર્બ્સની સોૈથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-૧૦૦ સ્થાન મેળવનાર એકમાત્ર ક્રિકેટર બની ગયો છે. જુન-૨૦૧૮ થી લઇને જુન-૨૦૧૯ સુધી વિરાટ કોહલીની કમાણી રૂ. ૭ કરોડ (દસ લાખ ડોલર) વધીને રૂ. ૧૭૩.૫ કરોડ (૨.૫ કરોડ ડોલર) પર પહોચી ગઇ છે. તેમ છતાં વિરાટ કોહલી ગત સાલ સોર્બ્સની યાદીમાં ૮૩માં ક્રમે હતો, ત્યાંથી આ વર્ષે ૧૦૦માં ક્રમે પહોંચી ગયો છે.આ વખતે પ્રથમવાર આજેન્ટિનાનો ફુટ બોલર લિયોનેલ મેસી, પોર્ટુગલના કિસ્ટિયાનો રોનાલ્ડોને પછાડીને ટોપ પર પહોંચી ગયો છે. ગઇ સાલ તેની કમાણી રૂ. ૮૮૧.૭૨ કરોડ (૧૨.૭ કરોડ ડોલર) હતી, જયારે રોનાલ્ડાએ આ વર્ષે રૂ. ૭૫૬.૩૫ કરોડની (૧૦.૯ કરોડ ડોલર) કમાણી કરી છે. આ દષ્ટિએ ટોપ-૧૦૦ના પ્રથમ સ્થાન પર મેસી અને છેલ્લા સ્થાને કોહલીની કમાણી વચ્ચે પાંચગણું અંતર જોવા મળે છે.જયારે મહિલાઓમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ટોપ-૧૦૦ માં સ્થાન પ્રાપ્ત કરનાર એકમાત્ર મહિલા છે. ગઇસાલ તેની કમાણી રૂા૨૦૨.૫ કરોડ (૨.૯ કરોડ ડોલર) હતી. ટેનિસ ખેલાડીઓની પુરૂષ કેટેગરીમાં રોજર ફ્રેડરરે રૂ.૯૪૭ કરોડ (૯.૩૪ કરોડ ડોલર) ની કમાણી સાથે. પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(4:07 pm IST)