Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મહાન ક્રિકેટર સર રિચાર્ડ હેડલીને આંતરડાનું કેન્સર: ઓપરેશનથી બહાર કાઢયું ટ્યુમર

ન્યૂઝીલેન્ડના મહાન ક્રિકેટર સર રિચાર્ડ હેડલીને આંતરડાના કેન્સર માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. પત્ની ડીયાની હેડલી તરફથી ક્રિકેટ ન્યૂઝીલેન્ડ દ્વ્રારા જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ ઓપરેશન  સપૂર્ણ તરીકે સફળ રહ્યું છે અને તેમનું જલ્દી સ્વસ્થ થવાની સંભાવના છે. હેડલીની ગયા મહીને કોલોનોસ્કોપી કરવામાં આવી જેમાં તેમને આંતરડામાં કેન્સર હોવાની જાણ થઈ હતી. આ ટેસ્ટ દર ત્રણ વર્ષે કરવામાં આવે છે. ત્યાર બાદ ટ્યુમરને નીકાળવા માટે ઓપરેશન કરવામાં આવ્યું જે સપૂર્ણ તરીકે સફળ રહ્યું છે.
હવે હેડલીની કીમોથેરેપી કરવામાં આવશે અને તે જલ્દી સપૂર્ણ તરીકે સ્વસ્થ થઈ જાશે. ડીયાનીએ જણાવ્યું છે કે, અમે નિવેદન એટલા માટે જાહેર કર્યું કેમકે અમે ઈચ્છીએ છીએ કે, અમારી નિજતાનું સમ્માન કરે અને અફવાહો પર ધ્યાન આપે નહી.

(8:14 pm IST)
  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST