Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

૨ જુલાઈથી શરૂ થતી વિમ્બલ્ડનમાં ભાગ લેવા માટે નડાલ નિશ્ચિત નથી

નવી દિલ્હી: ફ્રેન્ચ ઓપનનું ૧૧મી વખત ટાઇટલ જીતીને ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશીપનો આંક ૧૭ પર પહોંચાડનાર ટેનિસ લેજન્ડ નડાલે મહત્વની કોમેન્ટ કરી હતી કે તેની વય અને ફિટનેસની સમસ્યા જોતા તે આગામી ૨ જુલાઈથી શરૃ થતી વિમ્બલ્ડનમાં ભાગ લેવા માટે નિશ્ચિત નથી. જોકે તે વિમ્બલ્ડન અગાઉની કવીન્સ ટુર્નામેન્ટમાં રમશે અને તે દરમ્યાન તેના કોચ કાર્લોસ મોયા જોડે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.નડાલે કહ્યું કે ઉંમર ઉંમરનું કામ કરે જ છે તેમાં પણ મારી કારકિર્દીમાં નવ જેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ઈજાને લીધે ગુમાવી ચૂક્યો છું. કલેકોર્ટ મારી ફેવરિટ સરફેસ છે તેના પર અવિરત મેચો સાથે સીઝન પૂરી કરી છે. હવે આવી ફિટનેસ સાથે હું તરત જ વિમ્બલ્ડન કે જે ગ્રાસ કોર્ટ પર રમે છે તેમાં શિફ્ટ ના પણ થઈ શકું.નડાલે ૨૦૦૮ અને ૨૦૧૦માં એમ બે વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. ફેડરરના ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી તે ત્રણ જ ટાઇટલ દૂર છે ત્યારે તેણે કહ્યું હતું કે મને ૨૦ કે વધુ ટાઇટલ જીતવા ગમે પણ હું આવી નંબર ગેમમાં નથી માનતો. આ રેકોર્ડ મારા નામે કરવા માટે પણ હું રમતો રહીશ તેવું તો નહીં જ બને.એક તત્ત્વચિંતક જેવું નિવેદન કરતાં નડાલે એમ પણ કહ્યું હતું કે જો મને આઠ વર્ષ પહેલા કોઈએ પૂછ્યું હોત કે તમે ૩૨ વર્ષે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી શકશો તો મેં ત્યારે ના જ પાડી હોત. આપણે સમય સાથે વહીને જ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહેવું પડે. નડાલે ફ્રેન્ચ ઓપન નંબર વન સાથે જીતી છે ત્યારે ફેડરરે પડકાર ફેંક્યો છે કે તે નડાલનો નંબર વન ક્રમાંક તેની પાસેથી લઈ બતાવશે. આ માટે ફેડરરે આગામી સ્ટુટગાર્ટ ઓપનની ત્રણ મેચ જીતવી પડે તેમ છે.

(4:46 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST