Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ખેલાડીઓની ઇજા અને ખરાબ ફોર્મથી સીલેકટરોની ચિંતામાં વધારો ઃ બોર્ડ વિરાટ સાથે વાત કરશે

કોહલી પર જ નિર્ણય છોડશે કે તેણે આગામી સિરીઝ રમવી છે કે નહિઃ રોહિત પણ આઉટઓફ  ફોર્મ બીસીસીઆઇનુ ટેન્શન વધ્યુંઃ આફ્રિકા સામેની સિરીઝ માટે ૨૫મીએ ટીમની જાહેરાત સંભવ

નવી દિલ્હીઃ  આઇપીએલ-૧૫માં કેટલાક ભારતીય ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાથી અને કેટલાક ખેલાડીઓના ખરાબ ફોર્મના કારણે રાષ્ટ્રીય સીલેકટરોની ચિંતા વધી ગઇ છે. ટીમ ઇન્ડિયાએ  ૯ જુનથી ઘર આંગણે પાંચ ટી-૨૦ મેચની સીરીઝ રમવની છે. એક રિપોર્ટ અનુસાર, આના માટે સીલેકશન  કમિટીની મીટીંગ ૨૩મે એ મુંબઇમાં થશે. અને ૨૫મે એ ટીમની જાહેરાત કરવામાં આવશે. તો જ જૂને બેંગ્લોર ખાતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં  પસંદ થયેલા ખેલાડીઓ ભેગા થશે.

રિપોર્ટ અનુસાર, ચીફ સીલેકટર ચેતન શર્મા ખરાબ ફોર્મ સામે લડી રહેલા વિરાટ કોહલી સાથે વાત કરશે. બોર્ડના એક અધિકારીએ કહ્યુંકે વિરાટનો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. પણ તે તેમાંથી બહાર આવી જશે. અમે તેની સાથે વાત કરશું કે તે રમવાનું ચાલુ રાખવા માંગે છે કે આરામની જરૃર છે.

રોહિત શર્માના ખરાબ ફોર્મથી  પણ પસંદગીકારો ચિંતીત છે. જો કે સીલેકટરોનું માનવું છે કે વિરાટની જેમ જ રોહિત પણ વાપસી કરવા માટે સક્ષમ છે પણ રોહિત ટીમના કેપ્ટન છે એટલે તેણે રન બનાવવા બહુ જરૃરી છે.

તો બીજી તરફ દીપક ચહર, રવિન્દ્ર જાડેજા, સુર્યકુમાર યાદવ, ટી નટરાજન અને વોશીંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે.જયારે બુમરાહ, શમી અને ભુવનેશ્વર કુમાર આ ત્રણે ફાસ્ટ બોલર છેલ્લા ઘણાં સમયથી ક્રિકેટ રમી રહ્યાં છે. અને વર્ક લોડ મેનેજમેન્ટ હેઠળ તેમને આરામ આપવો જરૃરી છે.

તો બીજી તરફ દીપક ચહર, રવિન્દ્ર જાડેજા, સુર્યકુમાર યાદવ, ટી નટરાજન અને વોશીંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. જયારે બુમરાહ, શમી અને ભુવનેશ્વરકુમાર આ ત્રણે ફાસ્ટ બોલર છેલ્લા ઘણાં સમયથી ક્રિકેટ રમી રહ્યાં છે અને વર્ક લોડ મેનેજમેન્ટ હેઠળ તેમને આરામ આપવો જરૃરી છે.

આ સ઼ંજોગોમાં આઇપીએલ સારો દેખાવ કરનાર ઉમરાવ મલિક, કૃણાલ પંડયા, દીપક હુડ્ડા, ખલીલ અહમદ અને રાહુલ ચહર જેવા ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં તક મળી શકે છે. 

(4:28 pm IST)