Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

યુધ્ધગ્રસ્ત યુક્રેનનું ફુટબોલના મેદાન પર કમબેક

  રશિયાના આક્રમણ પછી યુક્રેનની મેન્સ નૅશનલ ફુટબોલ ટીમની પહેલી મેચ જર્મનીમાં રમાઇ હતી, જેમાં યુક્રેનની ટીમે જર્મનીની બોરુશિયા મોન્કેનગ્લેડબાક કલબની ટીમને ૨-૧થી હરાવી હતી. આ ફ્રેન્ડ્લી મેચ ચેરિટીભંડોળ ઊભું કરવાના હેતુથી રમાઇ હતી, આવતા મહિને યુક્રેન ફિફા વર્લ્ડ કપમાં કવોલિફાય થવા સ્કોટલેન્ડ સામે  પ્લે-ઓફ રમશે અને એના રિહર્સલના ભાગરૃપે યુક્રેનની મેચ રમાઇ હતી. સાકરિયાને 'પાવરપ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.

(4:23 pm IST)