Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

શાહરૂખે વધુ એક ટી-૨૦ લીગ ખરીદી

CPL થી યુએઇ ટી-૨૦ લીગમાં પ્રવેશ, આ નવી ટીમનું નામ હશે ‘અબુધાબી નાઇટ રાઇડર્સ'

નવી દિલ્‍હીઃ બોલીવુડ એકટર શાહરૂખ ખાન વધુ એક ફ્રેન્‍ચાઇઝીનો માલીક બની ગયો છે. અબુ ધાબી  ફ્રેન્‍ચાઇઝી સીપીએલથી યુ એઇ ટી૨૦ લીગમાં પ્રવેશ કર્યો છે.આ નવી ટીમનું નામ અબુ ધાબી નાઇટ રાઇડર્સ હશે.

તાજેતરમા જ નાઇટ રાઇડર્સ ગ્રૃપે યૂનાઇટેડ સ્‍ટેટ્‍સમાં  મેજર લીગ ક્રિકેટ(ÌLC) માં નોંધપાત્ર રોકાણ કર્યુ છે અને મોટા લોસ એન્‍જલસ વિસ્‍તારમાં ફ્રેન્‍ચાઇઝી સ્‍થાપવા માંગે છે. જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા સાથે બોલિવૂડ સુપરસ્‍ટાર શાહરૂખ ખાનની આગેવાની હેઠળના નાઇટ રાઇડર્સ ગ્રૃપે આઇપીએલ, સીપીએલ, એમએલસી અને હવે યુએઇની ટી૨૦ લીગમાં ચોથી ટી૨૦ ફ્રેન્‍ચાઇઝી ખરીદી છે.

(3:06 pm IST)