Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમાં પણ કોહલી એન્ડ ટીમને ફિટનેસ અને રિહેબનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

સતત પ્રવાસથી થાકી ગયેલા ખેલાડીઓને પુરતો આરામ મળી ગયો

નવીદિલ્હીઃ વિરાટ કોહલી એન્ડ ટીમ લોકડાઉનમાં પણ પોતાની ફિટનેસનું ખાસ્સું ધ્યાન રાખી રહી છે. ઈન્ડિયન ટીમના ટ્રેઈનર મેકસ વેબ અને ફિઝિયો નીતિન પટેલ તેમની દરેક ફિટનેસની બાબત પર ધ્યાન રાખી રહ્યા છે. લોકડાઉન પહેલાં ઈજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા, દીપક ચહર અને ઈશાન્ત શર્માને સરખી રીતે રિહેબની સુવિધા મળી રહે એ વિશે પણ વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે. ખેલાડીઓને ફિટ રાખવા આ પ્રકારની તરકીબ અજમાવવામાં આવી છે. તેમના સ્ટ્રેન્ગ્થ એન્ડ કન્ડિશનિંગ કલાસ પણ લેવામાં આવી રહ્યા છે.

(3:00 pm IST)