Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વર્લ્ડકપ પહેલા રબાડા થઈ જશે ફિટ : સ્ટેન, એન્ગિડી ડાઉટફુલ

જોહનિસબર્ગ :  સાઉથ આફ્રિકન ટીમ માટે થોડાક રાહતના સમાચાર છે. આફ્રિકન ટીમ ઓકટર મોહમદ મૂસાજીના જણાવ્યા પ્રમાણે યંગ પેસ બોલર કૈગિસો રબાડા વર્લ્ડ કપમાં ભારત સામેની પ્રથમ મેચ પહેલાં સંપૂર્ણ ફિટ થઈ જશે. દિલ્હી કેપિટલ્સ વતી રમતાં રબાડાએ આઇપીએલમાં સૌથી વધુ ૨૫ વિકેટ ઝડપીને જબરદસ્ત પર્ફોર્મ કર્યું હતું અને ટીમને સાત વર્ષ બાદ પ્લે-ઓફમાં પહોંચાડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. જોકે પ્લે-ઓફ પહેલાં રબાડાને કમરમાં ઇન્જરીને લીધે ખસી જવું પડ્યું હતું અને સાઉથ આફ્રિકાએ પણ વર્લ્ડ કપ પહેલાં કોઈ રિસ્ક ન લેતાં તેને પાછો બોલાવી લીધો હતો.  ડોકટરે જોકે બીજા બે પેસબોલરો ડેલ સ્ટેન અને લુંગી એન્ગિડી કયારે ફિટ થઈ જશે એ વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાનું જણાવ્યું હતું તો બન્ને ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે, પણ જો સયમસયર સાજા નહીં થઈ શકે તો અમારી સાથે પૂરતા સ્ટેન્ડ બાય વિકલ્પો છે.

(3:34 pm IST)
  • જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફસાયેલા બિન સૈન્ય વાહનોને આગળ વધવાની મળી મંજૂરી :કાશ્મીરને દેશના અન્ય હિસ્સા સાથે જોડતા 270 કિલોમીટર લાંબો રાજમાર્ગ દરેક ઋતુમાં ચાલુ રહેવાવાળો એકમાત્ર માર્ગ છે access_time 1:09 am IST

  • ભાજપએ ટીએમસી પર લગાવ્યો ચૂંટણી હિંસાનો આરોપ ;ફેરમતદાનની માંગણી :ઘોષ કેશપુર ક્ષેત્રમાં એક મતદાનકેદ્રમાં ભાજપ એજન્ટને લઇ જવાનો પ્રયાસ વેળાએ મહિલાઓના ટોળાએ કર્યો હુમલો access_time 1:11 am IST

  • યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કોંગ્રેસ ભયભીત :મિશેલ મામા બાદ ભાણેજ પણ જેલમાં જશે :બલિયામાં જનસભા સંબોધતા યોગીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા :કહ્યું કે કોંગ્રેસની પરેશાની છે કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકૉપટર સોદામાં દલાલી લેનાર ફરાર મામા ઈટાલીથી ધરપકડ થઈને આવી ગયા access_time 1:11 am IST