Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સેહવાગની આ સીઝનની બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં ધોની-કોહલી બન્ને ગાયબ

વીરુ કહે છે, મોટાં નામ કરતાં તેણે પોતાની ટીમમાં પર્ફોર્મન્સને મહત્વ આપ્યું છે

આઇપીએલની ૧૨મી સીઝન ગઈ કાલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની ફાઇનલ મેચ સાથે સમાપ્ત થઈ હતી, પણ એ પહેલાં ભારતના ભૂતપૂર્વ આક્રમક ઓપનર અને ક્રિકેટ-એકસપર્ટ વીરેન્દર સેહવાગે પોતાની આ સીઝનની બેસ્ટ આઇપીએલ ઇલેવન જાહેર કરી હતી, જેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ઇન-ફોર્મ ધુરંધરોને સ્થાન આપ્યું નહોતું. તેણે પોતાની ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નરને બનાવ્યો હતો.

તેણે કહ્યું કે મેં મારી ટીમમાં મોટાં નામ કરતાં ટુર્નામેન્ટમાં તેમની રમત અને પર્ફોર્મન્સના આધારે ખેલાડીઓ સિલેકટ કર્યા છે. ૪ વિદેશી ખેલાડીઓમાં હૈદરાબાદના બન્ને ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો, કલકતાનો ઓલરાઉન્ડર એન્દ્રે રસેલ અને દિલ્હી વતી ૨૫ વિકેટ લેનાર કેગિસો રબાડાને સામેલ કર્યો છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને જોની બેરસ્ટો, જયારે વન-ડાઉન લોકેશ રાહુલ રહેશે. ચોથા ક્રમે ડેવિડ વોર્નર બેટિંગ કરશે. મેં વોર્નરને ઓપનિંગમાં અને મિડલ-ઓર્ડર બન્ને સ્લોટમાં બેટિંગ કરતો જોયો છે. તે બન્ને સ્થાને સારું પફોર્મ કરે છે. તે એક સ્માર્ટ ક્રિકેટર છે. બધા વિચારતા હશે કે મેં ટીમમાં કોહલી કે એબી ડિવિલિયર્સને કેમ ન લીધા. મેં મારી ટીમ જે-તે ખેલાડીના પર્ફોર્મન્સ પ્રમાણે બનાવી છે.

સેહવાગની આઇપીએલ-૧૨ની બેસ્ટ ઇલેવન : શિખર ધવન, જોની બેરસ્ટો, લોકેશ રાહુલ, ડેવિડ વોર્નર (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), એન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ગોપાલ, કેગિસો રબાડા, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ.

(3:33 pm IST)